Team Chabuk-Gujarat Desk: આગામી તારીખ 1 ઓક્ટોબરના રોજ નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલબેન કૂકરાણીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા કક્ષાનો ભરતી મેળો કુબેરનગર આઈ.ટી.આઈ ખાતે યોજવાનો છે. આ રોજગાર મેળામાં ભરતી માટે તમામ ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને આધારકાર્ડ સાથે લઈ જવું ફરજિયાત છે.
વિગતો એવી છે કે અમદાવાદના નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલ કુકરાણી પોતાના વિસ્તારના અને અન્ય લોકો પણ વધુમાં વધુ સારી સેવાઓ મેળવી શકે તે માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરતા જ રહે છે. આ વખતે ધારાસભ્ય પાયલ કૂકરાણીએ બેરોજગાર યુવાનોને રોજગાર મળી રહે તે માટે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં આગામી તારીખ 1 ઓક્ટોબરના રોજ નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલબેન કૂકરાણીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા કક્ષાનો ભરતી મેળો કુબેરનગર આઈ.ટી.આઈ ખાતે યોજવાનો છે.
આ રોજગાર મેળામાં રાજ્યની 20થી વધુ પ્રખ્યાત કંપનીઓ ભાગ લેવાની છે. અમદાવાદ જીલ્લાની નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી આપશે, અગ્રગણ્ય કંપનીઓમાં એપ્રેન્ટિશસિપ, સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ,એકાઉન્ટન્ટ, એડમીન, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ,ટ્રેઈની, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, ઓફિસ બોય, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝ, સિએનસિ ઓપરેટર, વિએમસિ, ક્યુસિ, મશીન ઓપરેટર, વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
૨૦ જેટલી કંપનીઓ જેવી કે ટાટા મોટર્સ પ્રા. લી. મધરસન સુમી,મીંડા, ગ્રાઝિયાનો ટ્રાન્સમિશન્,સુઝુકી મોટર્સ, એમનીલ ફાર્માસ્યુટિકલ, એક્ષીસ્ બેન્ક, જેક્ટેક હાયડ્રોલિક,દિવ્ય ભાસ્કર, ડીમાર્ટ,મેહતા હાઈટેક ઈન્ડસ્ટ્રિઝ્, ડેન્ગીડમ્સ, વગેરે જેવિ કમ્પનિ ઉપસ્થિત રહી, ધોરણ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ને સૈક્ષણિક લાયકાત ને અનુરૂપ ઈન્ટરવ્યું કરી નોકરી આપશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણથી વધારે કોપી સાથે રાખી તા. ૦૧/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦ક કલાકે આઈટીઆઈ કુબેરનગર, ગેલેક્ષી સિનેમાની બાજુમાં, કુબેરનગર, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવું. ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણથી વધારે કોપી સાથે રાખવી ફરજીયાત છે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ