Homeગુર્જર નગરીબિન સચિવાલયની પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ આવ્યું સામે, આગામી 50 દિવસમાં યોજાઈ...

બિન સચિવાલયની પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ આવ્યું સામે, આગામી 50 દિવસમાં યોજાઈ શકે છે પરીક્ષા

Team Chabuk-Gujarat Desk: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2018માં જાહેર થયેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને વધુ એક વિઘ્ન આવ્યું છે. પરીક્ષા લેવામા માત્ર 3 દિવસની રાહ હતી ને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.  જાહેરાત ક્રમાંક : ૧૫૦/૨૦૧૮૧૯, બિન-સચિવાલય સેવાના કારકૂન અને સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્ટ, વર્ગ-૩ તા:૧૩/૦૨/૨૦૨૨ના રોજ આયોજીત પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

શા કારણે?

પરંતુ ક્યાં વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેના કારણો જણાવા ગૌણ સેવા દ્વારા પ્રેસનોટ બહાર પાડી છે. જેમાં જણાવાયું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનને ચોક્કસ કાર્યો અને ફરજો બજાવવાની હોય છે. આથી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત તમામ પરીક્ષાઓ સંદર્ભે કરવાની થતી કામગીરી બાબતે મંડળના ચેરમેનની કાર્યો અને ફરજોને યોગ્ય રીતે સમજવા માટે તેમજ તેના યથાર્થ અનુપાલન માટે પણ ચોક્કસ સમયાવકાશ જરૂરી જણાય છે.

સ્ટાન્ડર્ડ એન્ડ ઓપરેટીંગ પ્રોસિઝર

મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં જરૂરી ગુપ્તતા તેમજ પારદર્શિતાને અનુલક્ષીને મંડળ દ્વારા અનુસરવામાં આવતી પરીક્ષા સંચાલનને લગતી સ્ટાન્ડર્ડ એન્ડ ઓપરેટીંગ પ્રોસિઝરની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ અન્ય ભરતી સંસ્થાઓ દ્વારા અનુસરવામાં આવતી પરીક્ષા સંચાલનને લગતી સ્ટાન્ડર્ડ એન્ડ ઓપરેટીંગ પ્રોસિઝરનો પણ ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવેલ છે. વધુમાં, મંડળ દ્વારા લેવામાં આવનાર પરીક્ષા સંચાલન માટે ટેકનોલોજીકલ ઈન્ટરવેન્શન પણ વિચારવામાં આવી રહ્યા છે, જે માટે પણ જરૂરી સમયાવકાશ આવશ્યક છે. આથી, મંડળ દ્વારા લેવામાં આવનાર પરીક્ષા તદ્દન પારદર્શી રીતે પુરતી અલંધ્યતાથી દોષરહિત રીતે લેવાય તેમજ રાજ્યના યુવાનોને પૂરતો ન્યાય મળે તે હેતુથી પરીક્ષા સંચાલનને લગતી નવી સ્ટાન્ડર્ડ એન્ડ ઓપરેટીંગ પ્રોસિઝરની સાથે પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી 50 દિવસોમાં લેવામાં આવશે પરીક્ષા

આમ, પરીક્ષા સંચાલનની પદ્ધતિમાં જરૂરી બદલાવ માટે પરીક્ષાની તારીખમાં બદલાવ જરૂરી હોવાના કારણે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને સરકાર આ પરીક્ષાના સુચારુ સંચાલન માટે પ્રતિબધ્ધ છે. વિવિધ સમાચાર માધ્યમના જણાવ્યા પ્રમાણે હવે બિનસચિવાય ક્લાર્ક પરીક્ષા આગામી 50 દિવસમાં યોજાશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments