Homeગુર્જર નગરીઆણંદ: યુવક ખોટા છૂટાછેડાના પેપર રજૂ કરી સ્પેનની લાડી સાથે પ્રભુતામાં પગલાં...

આણંદ: યુવક ખોટા છૂટાછેડાના પેપર રજૂ કરી સ્પેનની લાડી સાથે પ્રભુતામાં પગલાં પાડી રહ્યો હતો, ભાંડો ફૂટતા ભાગે ઈ ભાઈડાની નીતિ અપનાવવી પડી

Team Chabuk-Gujarat Desk: ઘણી વખત આપે એવું સાંભળ્યું હશે કે કોઈ આકસ્મિક કારણોસર જાન લીલા તોરણે પાછી ફરે. આણંદના પેટલાદમાં પણ આવું થયું. એક યુવાન NRI યુવતીને પરણું પરણું થતો જ હતો ત્યાં ઓચિંતી કોઈ કન્યા બોલી ગઈ કે આ તો મારો પતિ છે. યુવતી બોલી એ સાથે લગ્નમંડપમાં નિરવ શાંતિ પ્રસરી ગઈ. યુવાનના મોંઢાનું નૂર ઉડી ગયું.

યુવાને જેવી યુવતી અને તેના પરિવારજનોને જોયા એ ભેગા ઘટનાની ગંભીરતાને જોતા ‘ભાગે ઈ ભાઈડા’ની નીતિ અપનાવી હતી. અંતે માંડવાના સ્થળે પોલીસને પણ બોલાવવામાં આવી હતી અને પોલીસે સમગ્ર મામલે પૂછપરછ કરી મામલો થાળે પાડ્યો હતો. આણંદમાં રચાયેલી આ ફિલ્મી પટકથાએ રમૂજની હેલી વરસાવી દીધી હતી.

વાત કંઈક એવી છે કે વર્ષ 2019ની સાલમાં આણંદના પાલિકાનગર ખાતે રહેતા પાર્થભાઈ પટેલના વેવિશાળ અમિષા ચૌહાણ સાથે થયા હતા. પોસ્ટરમાં જે તસવીર આપ જુઓ છો એ એ લગ્ન વખતની જ છે. પાર્થ સાથે અમિષાનો સોશિયલ મીડિયા પર મેળાપ થયો હતો. છ મહિના સાથે રહ્યા હતા અને પિતાનું મૃત્યુ થતા અમિષા પીયર પરત ગઈ હતી. આ સમયગાળામાં જ પાર્થ ફરી સોશિયલ મીડિયા પર એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો.

અમિષા ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં પાર્થે તેની સાથે છૂટાછેડા માગ્યા હતા. જે અંગે તેણે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જ્યારે લગ્ન મંડપે પહોંચ્યા ત્યારે પાર્થના પિતાએ ખોટા છૂટાછેડાના પેપર રજૂ કર્યા હતા. પરંતુ અમિષા અને પાર્થના હજુ ડિવોર્સ થયા જ નથી. આ લગ્નના ખર્ચની પણ માહિતી સામે આવી છે. વાતો થઈ રહી છે કે લગ્નમાં યુવતીના પરિવારજનોએ આશરે વીસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. છેલ્લા ચાર દિવસથી તેમના ઘરે જમણવાર ધામધૂમપૂર્વક ચાલતો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments