Homeગુર્જર નગરીજૂનાગઢમાં કોરોનાના કેસને લઈ એક આનંદના સમાચાર આવ્યા છે

જૂનાગઢમાં કોરોનાના કેસને લઈ એક આનંદના સમાચાર આવ્યા છે

Team Chabuk-Gujarat Desk: સમયે સમયે પજવી રહેલા કોરોના વાઈરસે આ વર્ષે પણ મનુષ્યનું જીવન દોઝખ સમાન કરી નાખ્યું છે. વર્ષની શરૂઆત જ કોરોના વાઈરસના નામે લખાઈ ગઈ છે. જોકે એક રીતે આનંદની વાત છે કે બીજી લહેરમાં જે રીતે મારધાડ બોલાવી કોરોનાએ માનવજાતનું કાસળ કાઢ્યું તેવું આ લહેરમાં જોવા નથી મળ્યું. તેના વિશે વિવિધ પ્રકારના મંતવ્યો અને મતમતાંતરો પ્રગટી રહ્યા છે. જેમાં વેક્સિનને સર્વોચ્ચ સન્માન મળી રહ્યું છે. તોપણ શરીરમાં વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે વેક્સિન સો ટકા કારગત નથી જ તે શિયાળામાં ફેલાયેલા વર્ષ 2022ના કોરોનાએ પ્રમાણિત કરી આપ્યું છે.

જૂનાગઢમાં કેસમાં ઘટાડો

પરમદિવસે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી હતી. જોકે ગઈકાલના કેસમાં ઘટાડો નોંધાયો છે. સંક્રમણ ઘટ્યું છે અને 26 કેસ જ સામે આવ્યા છે. પ્રસન્નતાની વાત એ છે કે સારવાર લઈ રહેલા 58 દરદીઓ પણ સાજા થઈ ઘરે જઈ ચૂક્યા છે. નવા નોંધાયેલા કેસ પર દૃષ્ટીપાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં ત્રેવીસ, જૂનાગઢ ગ્રામ્યમાં અગિયાર, કેશોદમાં એક અને માળિયામાં એક કેસ નોંધાયો છે. શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં લોકો ખુશ છે પણ સાવચેતી એટલી જ જરૂરી છે.

વેક્સિનનું કામ પૂરજોશમાં

માસ્ક પહેરવું અને ભીડમાં જવાનું ખૂબ આવશ્યક હોય તો જ જવું. વેક્સિનના ડોઝ નથી લીધા તેમણે લઈ લેવા. કેમ કે વેક્સિન જીવ બચાવે છે. વેક્સિનની વાત કરવામાં આવે તો કોરોનાની સામે બ્રહ્માસ્ત્ર એવી વેક્સિનનું કામ પૂરપાટ વેગે ચાલી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 5580 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ જૂનાગઢ શહેરમાં કન્ટેટમેન્ટ ઝોનમાં 78 ઘર અને 796 લોકો છે. જિલ્લામાં ધનવંતરી રથમાં 47 મેડિકલ ટીમ 5158 લોકોની ઓપડી મુજબ તપાસ કરે છે.

લગ્ન સમારોહમાં 150

રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments