Homeગામનાં ચોરેરાજસ્થાન: જ્યારે પોલીસ પહોંચી તો કિશોરીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું....

રાજસ્થાન: જ્યારે પોલીસ પહોંચી તો કિશોરીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું….

Team Chabuk-National Desk: રાજસ્થાનના અલવરમાંથી સામે આવેલી ઘટનાએ ફરી માણસજાતનું માથું શરમથી નીચે નમાવી દીધું છે. આ અભદ્ર ઘટના તિજારા ફ્લાઈઓવરની છે. જ્યાં મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને છોકરી સાથે થઈ રહેલા દુષ્કર્મની સૂચના મળી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો છોકરીના ગુપ્તાંગના ભાગમાંથી રક્તપાત થઈ રહ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી છોકરીને પોલીસે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં આઈસીયૂમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. પોલીસે આ ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે મોડી રાત સુધી સગીરની ઓળખ નથી થઈ શકી.

એસપી તેજસ્વીની ગૌતમે આ ઘટનાને લઈ જણાવ્યું હતું કે નવ વાગ્યે સૂચના મળી હતી કે તિજાર ફ્લાઈઓવર પર એક સગીરાને કોઈએ ફેંકી દીધી છે. જે પછી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. કિશોરીના ગુપ્તાંગના ભાગેથી લોહી વહી રહ્યું હતું. પોલીસનું પ્રાથમિક રીતે માનવું છે કે છોકરી માનસિક રીતે વિક્ષિપ્ત લાગી રહી છે. તેના પરિવારજનો અંગે કોઈ પણ જાતની સૂચના પ્રાપ્ત નથી થઈ.

પોલીસનું અનુમાન છે કે આ એક દુષ્કર્મની ઘટના છે. આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ આચરી તેને ફ્લાઈઓવર પર ફેંકી દીધી છે. ઘટનાની સૂચના મળતા કલેક્ટર નન્નૂમલ પહાડીયા પણ પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે પોલીસ આ ઘટનાની તપાસમાં લાગેલી છે. આસપાસના સીસીટીવી કેમેરા જોવામાં આવી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments