Team Chabuk-Gujarat Desk: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામે આવેલા અભેટાપુરાના તળાવમાં ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ જોવા મળતાં લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે અને લોકો શિવલિંગની આકારની પ્રતિકૃતિના દર્શન કરી રહ્યા છે. અભેટાપુરાના તળાવમાં રેલવે વિભાગની ખોદકામની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીમાં ખોદકામ દરમિયાન શિવલિંગ આકારની 15 ફૂટ ઉંચી અને 5 ફૂટ ઘેરાવો ધરાવતી શિવલિંગ આકારની પ્રતિકૃતિ જોવા મળતાં ગામ લોકોમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે.
આ વિશેની જાણકારી મળતાં જ મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયા હતા. માટીમાંથી મળેલી પ્રતિકૃતિ અંગે પૂછતાં બોરસદ મામલતદાર આરતીબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, શિવલિંગ જ છે, તે કહેવું મુશ્કેલ છે. કારણ કે આ પુરાતત્વ વિભાગનો વિષય છે. અલારસા તાબે આવેલ અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે.
આ તળાવમાં માટી ખોદકામ દરમિયાન ડાબી બાજુ એક જુના વૃક્ષના થડીયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકો પહેલાં ઝાડનું થડ સમજી રહ્યાં હતા. બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા થડ જેવી દેખાઈ રહેલ કૃતિ પરથી પાણી વહેતા શિવલિંગ જેવી કૃતિ જેવો આકાર જોવા મળ્યો છે.
શનિવારે ગામના લોકો તળાવે થયા હતા અને તપાસ કરતા જૂની કાળી માટીનો લેપ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું અને તેનો આકાર શિવલિંગ જેવો દેખાતો હતો. આ વાતની જાણ આજુબાજુના ગામોમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. આ અંગે પુરાતત્વ વિભાગને જાણ કરાશે અને હકીકતમાં આ પ્રતિકૃતિ શું છે તેની તપાસ કરવા માટે મામલતદાર આરતીબેને જણાવ્યું છે.
ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યાં હતા બીજી તરફ ભેખડ ધસી પડવાની સંભવના હોવાથી તંત્રએ લોકોને અહીંથી દૂર રહેવા અપીલ કરી હતી તેમજ પોલીસે પણ તળાવમાંથી લોકોને બહાર કાઢી જોખમી જગ્યા હોય દૂર રહેવા જણાવ્યું હતું. હાલ તો આજુબાજુ ગામના લોકો પણ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી રહ્યાં છે ત્યારે હવે પુરાતત્વ વિભાગ દ્વારા આ અંગે તપાસ કરી રિપોર્ટ રજૂ કરાશે ત્યરાબાદ જ નક્કર વિગતો બહાર આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
