Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના સાસણ ગીર નજીક ફાર્મ હાઉસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ફાર્મ હાઉસની આડમાં દેહવ્યાપાર ચાલી રહ્યો હતો. જે અંગેની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો અને ફાર્મ હાઉસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે.
મળતી વિગતો પ્રમાણે સાસણ ગીર નજીક આવેલા ભોજદે ગીરના રુદ્ર ફાર્મ હાઉસમાં દેહવ્યાપાર ચાલી રહ્યો હોવાની જાણકારી પોલીસને મળી હતી. જેથી રુદ્ર ફાર્મ હાઉસમાં ગીર સોમનાથ એલસીબીની ટીમે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો. આ દરોડાની કાર્યવાહીમાં સુરતના 2 દલાલ તેમજ સ્થાનિક મેંદરડા, વિસાવદરના 2 મળી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે હાલ ફાર્મ હાઉસનો માલિક ફરાર છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ રુદ્ર ફાર્મ હાઉસમાં બહારથી રૂપલલનાઓને બોલાવીને દેહવ્યાપાર કરી રહ્યા હતા. ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને ફાર્મ હાઉસની આડમાં આ સમગ્ર કારસ્તાન ચાલી રહ્યું હતું. જો કે આ ફાર્મ હાઉસમાં પોલીસે દરોડો પાડીને સમગ્ર ખેલ ખુલ્લો પાડી દીધો છે અને હાલ આ મામલે એલસીબી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
