Homeગુર્જર નગરીનવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા પછી પણ રેસ્ટોરન્ટ ખુલ્લા રહેશે, ખેલૈયાઓમાં આનંદ

નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા પછી પણ રેસ્ટોરન્ટ ખુલ્લા રહેશે, ખેલૈયાઓમાં આનંદ

Team Chabuk-Gujarat Desk: નવરાત્રિ દરમિયાન રાતના 12 વાગ્યા બાદ પણ હોટલો, ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખી શકાશે. રાજ્ય સરકારે આ અંગે  મંજૂરી આપી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. નવરાત્રિમાં ખેલૈયાઓ 12 વાગ્યા બાદ પણ ખાણી-પીણીની મજા  માણી શકશે. કોરોના મહામારી બાદ પ્રથમ વખત  નવરાત્રિનું આયોજન ખૂબ જ શાનદાર રીતે થઈ રહ્યું છે ત્યારે ખેલૈયાઓ આ વખતે ખૂબજ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રી સહિત રાજ્યમાં સાત જિલ્લાઓના 11 સ્થળો પર શેરી ગરબાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ગરબા ખેલૈયાઓને ખુશ કર્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, નવરાત્રિના નવ દિવસ લોકો  12 વાગ્યા બાદ પણ ખાણી-પીણીની મજા  માણી શકશે. આજે પોલીસતંત્ર સાથે મળીને આ માટેની વ્યવસ્થા કરીશું.

નવરાત્રિમાં આ વર્ષે ગરબા 12 વાગ્યા સુધી રમવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું, પરંતુ રાજ્ય સરકારમાં મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાતાં આ વખતે ખેલૈયાઓ ગરબાની મજા માણી શકશે. રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે એવો નિર્ણય લીધો છે. ત્રણ વર્ષથી નવરાત્રિમાં મા અંબાની આરાધના માત્ર ઘરમાં જ થતી હતી. ગત વર્ષે લોકોએ સોસાયટીઓમાં ગરબા માણ્યા હતા, પણ પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નહોતી, પરંતુ આ વખતે સરકારે મંજૂરી આપતાં ગરબાની મજા માણી શકાશે.

અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઇને સી ટીમ તૈયાર કરવામાં આવી છે. નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાનું આયોજન થતું હોય છે જેમાં ઘણી વાર મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો બને છે. ત્યારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ નવરાત્રિમાં મોડી રાત્રે મહિલા પોલીસને સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડામાં તૈનાત રાખવામાં આવશે. જો કોઈ અસામાજીક તત્વો મહિલા સાથે ગેરવર્તણૂક કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે નવરાત્રિનું મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઊજવાશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments