Homeગુર્જર નગરીગીર સોમનાથઃ સૂર્ય ફરતે સર્જાયું વલય, ઘટના અંગે ખગોળ વિજ્ઞાન શું કહે...

ગીર સોમનાથઃ સૂર્ય ફરતે સર્જાયું વલય, ઘટના અંગે ખગોળ વિજ્ઞાન શું કહે છે ? ભારતમાં આવી ઘટના છે દુર્લભ

Team Chabuk-Gujarat Desk: શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આકાશમાં એક અદભૂત ખગોળિય ઘટના બની. સૂર્યનારાયણ ફરતે સમગ્ર જિલ્લામાં લાલ અને ભૂરા રંગનું વલય દેખાયું. આકાશમાં અદભૂત નજારો સર્જાતા લોકોમાં કૂતુહલ સર્જાયું. સાથે જ આ અદભૂત ઘટનાને લોકોએ પોતાના કેમેરામાં કંડારી લીધી.

ક્યારે સર્જાય છે સૂર્ય ફરતે વલય?

નિષ્ણાતોનું માનવું છે કે, આવી ઘટના ત્યારે સર્જાય છે જ્યારે આકાશમાં વાદળો ઘેરાય છે અને સૂર્યના કિરણો તેને ટકરાઈને પરત ફરે છે. આ રિફ્લેક્શનના કારણે સૂર્ય ફરતે વલય જોવા મળે છે. સવારે 10 વાગ્યા બાદ અને સાંજે જ્યાં સુધી તડકો રહે છે તેવી સ્થિતમાં જ આવી ઘટના સર્જાય છે.

નિષ્ણાતોએ કહ્યું કે, ઠંડા પ્રદેશોમાં આવી ઘટનાઓ સામાન્ય છે. જો કે, ભારત જેવા દેશમાં આવી ઘટના દુર્લભ છે. આ ઘટના ક્યારે સર્જાશે તેનું કોઈ પૂર્વાનુમાન નથી લગાવી શકતું. ઠંડા દેશોમાં જ્યારે આવી ઘટના સર્જાય છે તો તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવે છે.

ખગોળ વિજ્ઞાન શું કહે છે ?

ખગોળ વિજ્ઞાનમાં સૂર્ય ફરતે વલય સર્જાવાની ઘટનાને (22 Degree Circular Halo) ‘22 ડિગ્રી સર્ક્યુલર હલો’ નામ અપાયું છે. ખગોલ વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે , આવા દ્રશ્યો ત્યારે સર્જાય છે જ્યારે પૃથ્વીની ધરીથી 5થી 10 કિલોમીટરની ઉંચાઈએ (Ice Crystal ) જળબાષ્પ બરફ જેમ જામી જાય છે.

‘હેલો ઓફ મૂન’ શું છે ?

ચંદ્ર ફરતે પણ ક્યારેક આવું વલય જોવા મળે છે.  જેને ખગોળ વિજ્ઞાનમાં હેલો ઓફ મૂન તરીકે ઓળખવામાં આવે છે. જેમ સૂર્ય ફરતે વલય સર્જાવામાં વાદળો વચ્ચે બનેલા ‘Ice Crystal’ જવાબદાર છે તેમ ચંદ્ર ફરતે વલય સર્જાવામાં પણ ‘Ice Crystal’ જવાબદાર છે. ચંદ્રના કિરણો જ્યારે તેના પર પડે છો તો તેના પ્રતિબિંબ સ્વરૂપે ચંદ્ર ફરતે વલય જોવા મળે છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments