Homeગુર્જર નગરીપાટણ:એક જ પરિવારના 10 લોકોને અકસ્માત નડ્યો, 2ના ઘટનાસ્થળે જ મોત

પાટણ:એક જ પરિવારના 10 લોકોને અકસ્માત નડ્યો, 2ના ઘટનાસ્થળે જ મોત

Team Chabuk-Guarat Desk : પાટણના શંખેસ્વરના રૂપેણ નદી પર આવેલા પુલ પર ઈકો કારને અકસ્માત નડ્યો જેમાં એક પરિવારના બે વ્યક્તિના મૃત્યુ થયા જ્યારે પરિવારના 8 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે શંખેસ્વરની સરકારી હોસ્પટલ લઈ જવાયા છે.

tatva-advertisement.


મળતી માહિતી મુજબ મોડી રાત્રે અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો સૌરાષ્ટ્રની યાત્રા કરીને ભારર વતનમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શંખેસ્વરની રૂપેણ નદીના પૂલ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર પૂલના ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પૂલની પ્રોટેક્શન દીવાલ પણ તૂટી ગઈ છે. આ ઉપરાંત કારનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે. રાત્રીના સમયે અંદાજે 2 વાગ્યા આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.
કારમાં એક જ પરિવારના કુલ 10 લોકો સવાર હતા જે પૈકી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતના પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા ત્યારબાદ 108ની મદદથી પરિવારના અન્ય ઈજાગ્રસ્ત સભ્યોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મૃતકો

1) અરજણભાઈ રામજીભાઈ માળી
2) ધૂડીબેન સામજી માળી

ઈજાગ્રસ્તો
1) નયનાબેન નરેશભાઈ માળી
2) નરેશભાઈ અરજણભાઈ માળી
3) માલતી ભરતભાઈ માળી
4) કૌશિક મગનભાઈ માળી
5) દેવશી મગનભાઈ માળી
6) જેઠીબેન કાનજીભાઈ માળી
7) મોની અરજણભાઈ માળી
8) ધાર્મિક મેઘાભાઈ માળી
9) હંસરાજભાઈ બારોટ
10) મેઘાભાઈ માળી

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments