Team Chabuk-Gujarat Desk: બાતમીદાર પોલીસની કામગીરી હળવી કરી દેતા હોય છે. ઘણી રહસ્યો અને ગુનાના ભેદ ઉકેલવામાં બાતમીદારો પોલીસની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ અમદાવાદમાં એક બાતમીદાર એવું કૃત્ય કર્યું કે પોલીસની પણ આંખો પહોળી રહી ગઈ. પોલીસે મૂકેલા વિશ્વાસનો ફાયદો ઉઠાવીને એક બાતમીદારે વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો માલ પડાવી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શરૂઆતમાં તો પોલીસ પણ આ વાતથી અંધારામાં રહી પરંતુ આખરે બાતમીદાર પોલીસના હાથે ઝડપાઈ ગયો.
અમદાવાદ શહેરના કારંજ પોલીસ સ્ટેશનની ઝપટમાં આવેલા ચાલબાજ પોલીસના બાતમીદારનું નામ છે સાજીદ અબ્દુલ સત્તાર ઘાંચી. આ ચાલબાજ ચીટર અમદાવાદના અલગ અલગ કાપડના વેપારીઓનું લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ જવાની ફિરાકમાં હતો. જોકે કારંજ પોલીસને બાતમી મળતા આરોપીને અમદાવાદમાંથી જ દબોચી લીધો છે. આરોપી સાજીદે છેલ્લા દોઢથી બે મહિનામાં અમદાવાદની અલગ-અલગ માર્કેટમાં જઈ 8 જેટલા વેપારીઓ પાસે ફોન પર માલ મંગાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.

આરોપીની મોડસ ઓપરેન્ડીની જો વાત કરીએ તો આરોપી સાજીદ વેપારીની દુકાનનું સાઇનબોર્ડ વાંચી તેના પર લખેલા મોબાઈલ નંબર મેળવી ફોન ઉપર ઓર્ડર આપતો હતો. ત્યારબાદ અમુક ચોક્કસ જગ્યા પર માલની ડિલિવરી કરાવતો હતો અને સામે જ મારું ઘર છે. તથા atm માંથી પૈસા ઉપાડવાનું કહી ફરાર થઈ જતો હતો. પછી પોતાનો મોબાઈલ નંબર પણ બદલી નાખતો હતો. આમ કરતાં કરતાં આરોપીએ દોઢ મહિનામાં અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં વેપારીઓને ટાર્ગેટ કરી 4 થી 5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. હાલ તો કારંજ પોલીસે આરોપીની ધરપકડ કરી અમદાવાદ શહેરના અલગ-અલગ આઠ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે..
કારંજ પોલીસે આરોપી ભાથીજી હાલ એક લાખ રૂપિયાનું મુદ્દામાલ રિકવર કરી બાકીનો મુદ્દામાલ કઈ કઈ જગ્યાએ વેચ્યો હતો તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં આ ગુનામાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત