શૈલેષ નાઘેરા, વેરાવળઃ રાજ્યના અનેક વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વેરાવળ તાલુકાના પાલડી ગામે તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવતો કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પાલડી ગામે ચાલુ વરસાદે રસ્તાનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. હાસ્યાસ્પદ લાગે તેવી ઘટના પાલડી ગામે જોવા મળી છે. પ્રજાના પૈસાથી તાગડધિન્ના કરતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની નીતિ આ ઘટના જોતાં સ્પષ્ટ થઈ હતી.
વેરાવળના પાલડી ગામનો ડામર રોડ ઘણા સમયથી બિસમાર બન્યો હતો. અનેક રજૂઆત બાદ રોડનું કામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે પછી અણઆવડત ચાલુ વરસાદમાં પણ ડામર રોડનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. પાલડી-જાનુડાને જોડતા રસ્તાનું કામ વરસાદ વચ્ચે ચાલુ હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિકોએ આ અંગો વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં છતાં રસ્તાનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. પાલડી-જાનુડા ગામને જોડતો રસ્તો વર્ષો બાદ બનાવવમાં આવી રહ્યો છે જેને લઈને ગ્રામજનોમાં આનંદ હતો પણ ચાલુ વરસાદમાં રસ્તાનું કામ ચાલુ હોવાથી સ્થાનિકોએ રસ્તાનું કામ બંધ કરવા જણાવ્યું હતું. પરંતુ કોઈ અધિકારીએ કે કોન્ટ્રાક્ટરે ગામ લોકોની વાત સાંભળી નહતી અને ચાલુ વરસાદમાં પણ કામ ચાલુ રાખ્યું.
ગામ લોકો કહી રહ્યા છે કે પાલડી-જાનુડા ગામને જોડતો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો. રસ્તો નવો બનાવવા માટે તંત્રના કાને અનેક વખત રજૂઆત કરી. પરંતુ તંત્રના બહેરા કાને આ વાત પહોંચી નહતી રહી. રસ્તો બિસમાર હોવાથી ગામ લોકો અનેક પરેશાની ભોગવી રહ્યા હતા. અત્યાર સુધી તંત્રને રોડનું કામ કરવાનું ન સૂજ્યું અને હવે ચોમાસાની ઋતુમાં રોડનું કામ હાથમાં લીધું છે. અત્યાર સુધી કુંભકર્ણની જેમ નિદ્રામાં રહેલું તંત્ર મોડે મોડે જાગ્યું છે અને ચાલુ વરસાદમાં પણ રોડનું કામ ચાલુ રાખીને પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં વેડફાતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
વરસાદ બાદ રોડ રસ્તાની હાલત સુધારવા અનેક વખત રજૂઆત કરવી પડે છે પરંતુ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર્સ ક્યાંય ડોકાતા નથી. ત્યારે ચાલુ વરસાદે જ વેરાવળના પાલડીમાં વરસાદ વચ્ચે પણ કામ ચાલુ રાખતા પ્રજાના પૈસા પાણીમાં વહેતા સ્પષ્ટ જોઈ શકાય છે. ચાલુ વરસાદે બનેલો રસ્તો કેટલો ટકે છે એ જોવાનું રહ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત