Homeગુર્જર નગરીવીડિયો વાઇરલઃ ‘તારા મા-બાપની શાંતિ માટે હું મરી જાઉં છું’ કહી મોરબીના...

વીડિયો વાઇરલઃ ‘તારા મા-બાપની શાંતિ માટે હું મરી જાઉં છું’ કહી મોરબીના યુવકે કરી આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: મોરબીના યુવકનો આપઘાત પહેલાનો વીડિયો આવ્યો સામે 25 વર્ષીય કિશનભારથી ગોસ્વામીના આપઘાત પહેલાનો વીડિયો કિશનભારથી ગોસ્વામીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત પ્રેમલગ્ન બાદ પ્રેમિકાએ કોર્ટ કેસ કરતા કર્યો આપઘાત યુવતીના માતા-પિતા અને માસીના ત્રાસનો કર્યો આક્ષેપ વીડિયોમાં મેં તને પ્રેમ કર્યો એ જ મારો ગુનાનું કહીં રહ્યો છે યુવક વીડિયોમાં હવે જીવી શકાય તેમ ન હોવાનું કહીં રહ્યો છે યુવક મોરબી સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી

મોરબીના એક યુવકનો આત્મહત્યા પહેલાનો વીડિયો સામે આવ્યો છે. મોરબીના 25 વર્ષના યુવક કિશનભારથી ગોસ્વામીએ અત્મહત્યા પહેલા વીડિયો બનાવ્યો હતો અને બાદમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર યુવકે પ્રેમલગ્ન કર્યા હતા બાદમાં પત્ની પિતાને ત્યાં ચાલી ગઈ હતી. જે અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

યુવકે પોણા સાત મિનિટના આ વીડિયોમાં પોતાની પત્નીના માતા-પિતા અને માસી તરફથી ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવ્યો છે. યુવક વીડિયોમાં સતત કહી રહ્યો છે કે તેની પ્રેમિકા અને પત્નીના મા-બાપે તેને  ઘણો હેરાન કર્યો છે અને મરવા માટે મજબૂર કર્યો છે. એટલે તે અંતે જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છે. યુવકની આત્મહત્યા બાદ મોરબી સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોણા સાત મિનિટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવક પોતાની પત્ની મિતાલીને સંબોધીને કહી રહ્યો છે કે, ‘તારે જે જોઈતું હતું તે હું કહી દઉં છું. તે મને કીધું હતું કે મરી જા, કાંઈ વાંધો નહીં હું મરી જાઉં છું. તારા મા-બાપે અમારી પાસેથી બધું લઈ લીધું. મારા ઘરે આવીને તને દબાવી, ધમકાવી તને લઈ ગયા. જે રીતે તને પ્રેસર કર્યું હોય એ બીજું બધું મને નથી ખબર. પ્રેશર કરાવી કરાવીને મારા ઘરવાળાને હેરાન કર્યા, તારા ઘરવાળાએ મને પણ એટલો હેરાન કર્યો તારા મા-બાપે. હું કંટાળી ગયો છું યાર તારા મા-બાપથી, તારા માસીથી. તમને લોકોને શું મળે છે ? એ મને નથી સમજાતું. મારી જિંદગી બરબાદ કરીને તમને લોકોને શું મળે છે ? મેં તને પ્રેમ કર્યો એ જ મારો ગુનો, તારી સાથે લગ્ન કર્યા એ મારો ગુનો. મેં તારી સાથે લગ્ન કર્યા, લવ મેરેજ કર્યા એવડી વાતમાં તારા મા-બાપે મારી જિંદગી લઈ લીધી ? હું કાંઈ દારુડિયો કે જુગારિયો તો છું નહીં. કાંઈ વાંધો નહીં મિતાલી, તારા મા-બાપે બહુ બધા હેરાન કર્યા, બહુ બધાને ટોર્ચર કર્યા, મને તો યાર હદ વગરનો કર્યો. તોય આટલા દિવસ શાંતિ રાખી. તે કોર્ટમાં કેસ કર્યો, છૂટાછેડાનું કીધું, ભરણપોષણનું કીધું તેમ છતાં મને હતું કે તારા મા-બાપ સમજી જાશે. તું પાછી આવતી રહીશ. પરંતુ તારા મા-બાપની ઈચ્છા નહતી કે તું પાછી આવે. તારા મા-બાપે તારું નક્કી કરીને રાખ્યું જામનગર એ મને બધી ખબર છે. તારા મા-બાપ એ જ કહે છે કે ભલે એ આખી જિંદગી ટીંગાતો હોય તને બીજી જગ્યાએ પરણાવી દઈશ.’

યુવક આગળ વીડિયોમાં કહે છે કે, ‘મિતાલી બસ એક ઝટકામાં મને મૂકી દીધો. મેં કાંઈ કર્યું તો છે નહીં, મારો કોઈ ગુનો નથી. તારા મા-બાપે મને જેલમાં પૂરાવ્યો, કોર્ટમાં ધક્કા ખવડાવ્યા. હું સીધો-સાદો માણસ છું હું કોર્ટ કચેરીના ધક્કા માટે નથી બન્યો. મારા મા-બાપ ટેન્શનમાં આવી ગયા છે. તારા મા-બાપે અમને ક્યાંયના નથી રાખ્યા, મને તો રોડ ઉપર લઈ આવ્યા તારા મા-બાપ. બસ મિતાલી હવે આ બધું પૂરું કરો યાર. મારી જિંદગીનું શું કરું, તું આઝાદ રહે, ખુશ રહે. કારણ કે મને ખબર છે કે હું મરી જઈશને તોય કોઈ કાર્યવાહી નહીં કરે, કેમ કે મારા મા-બાપ સાથે કોઈ છે નહીં અત્યારે જે તારી સામે લડી શકે. તારા મા-બાપ સાથે બધાનો સપોર્ટ છે. મને ખબર છે હું મરી જઈશ તોય તને કાંઈ ફેર નહીં પડે. તું આઝાદ થઈ મસ્તીથી જીવ એ જ તારે જોઈએ છે ને ? તારા રસ્તાનો કાંટો હું હતો એ નીકળી ગ્યો. કાંઈ વાંધો નહીં મિતાલી મારે હવે જીવવું નથી, તારા મા-બાપે આજ દિવસ સુધી મને હેરાન કર્યો, હજુ એટલો હેરાન કરે છે. બસ હવે હું થાકી ગ્યો છું. બસ હવે હું મરી જાવ યાર, બહુ હેરાન કર્યો, મારાથી જીવાય એમ નથી.’

‘સારું આ મારો છેલ્લો વીડિયો હતો, જે તને મોકલી દઉં છું, તું જોઈ લેજે. હું મરી જાઉં પછી મારી લાશ ઉપર એક વખત રડવા આવજે. લગભગ તો તારા મા-બાપ એ પણ નહીં કરવા દે. તારા મા-બાપે મારી જિંદગી લઈ લીધી. તારા મા-બાપે મને એ હદે ટોર્ચર કર્યું, એ હદે હેરાન કર્યો મને કે મારે મરવું પડે છે. મારા ઘરમાં બધાયનો હું લાડલો, બધાયને સલાહ દેવા વાળો, પૈસા કમાવવાવાળો હું હતો. બધાયને એ આશા હતી કે, મારો દીકરો કમાય છે. પણ બસ હવે આવી રીતે મારાથી નથી જીવાતું. દરરોજ મરુ છું યાર. હું કોર્ટમાં એટલા માટે આવ્યો હતો કે તું મને મળ તો એક વખત તારો જવાબ તો જાણી લઉં, પરંતુ તું મને ના મળી. કાંઈ વાંધો નહીં મિતાલી બાય.. હવે મારે નથી જીવવું. હવે મારી પાછળ જે થાય એ, એક તો તમે મારા મા-બાપને હેરાન કરીને કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરવા દો એ મને ફાઈનલ ખબર છે. કેમ કે મારા મા-બાપ પાસે હવે નથી રહ્યા પૈસા, નથી રહ્યો કોઈનો આધાર. હું બધા લોકોને એટલું કહું છું કે આ વીડિયો મીડિયામાં એટલા માટે મૂકું છું કે, કોઈ તો મારા મા-બાપનો સાથ આપે. મને એટલો ન્યાય મળે, બીજા કોઈ છોકરાને આવી રીતે ના હેરાન કરે, મરવા મજબૂર કરે. કોઈક તો એવું માણસ હશેને જે મારા મા-બાપને સાથ આપે. એટલે હું આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકું છું બાકી મારે કોઈ જરૂર નથી મિતાલી.’

વીડિયોના અંતમાં યુવક રડમસ અવાજે બોલી રહ્યો છે કે, ‘હું તારા ઘરે પણ તને મળવા આવ્યો હતો, પણ તારા મા-બાપે તને રૂમમાં પૂરી દીધી. મને એમ પણ કીધું કે, જા રોડ ઉપર જઈને મરી જા, અમારે એ જ જોઈએ છે, તું મરી જા તો અમારે શાંતિ. કાંઈ વાંધો નહીં મિતાલી તારા મા-બાપની શાંતિ માટે હું મરી જાઉં છું. તારા મા-બાપ જે પણ કરે એ, મારા ઘરના લોકો જે પણ કરે એ મને નથી ખબર. ભગવાન પાસે એક જ દુઆ માંગીશ કે બીજી વખત માણસનો જીવ ન આપતો અને માણસનો જીવ આપ તો બીજી વખત આ પ્રેમ, મેરેજનું સુખ જિંદગીમાં ન આપતો. થાકી ગ્યો છું, હારી ગ્યો છું તારા મા-બાપની સામે. બાય મિતાલી અલવિદા, હું જાઉં છું…’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments