Homeગુર્જર નગરીનાની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, એક દિવસ જ પહેલા...

નાની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, એક દિવસ જ પહેલા જ હતો જન્મદિવસ

Team Chabuk-Gujarat desk: રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. વધુ એક યુવકનું નાની ઉંમરે હાર્ટ એટેક આવતા નિધન થયું છે. સુરતના ભટારમાં એક 36 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા છે. યુવકને છાતીમાં દુખાવો થતાં દવા લેવા સિવિલ પહોંચ્યો તો ત્યાં જ ઢળી પડ્યો હતો. સારવાર માટે લઇ જવાતા મૃત જાહેર કરાયો હતો. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. ગુરુવારે આ યુવકનો જન્મદિવસ હતો અને આજે (શુક્રવારે) યુવકનું અચાનક મોત થયું છે.

યુવક ડ્રાઇવિંગનું કામ કરતો

યુવક ભરૂચનો રહેવાસી હતો અને ભટાર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતો હતો. યુવકની ઉંમર 36 વર્ષ હતી. કિરણ રાજેશભાઈ સોલંકી પરિવાર સાથે રહેતો હતો. કિરણના લગ્નને 8 વર્ષ થયા છે અને તેમને કોઈ સંતાન નથી. કિરણ કોન્ટ્રાકટ હેઠળ ઈનકમ ટેક્સ વિભાગમાં કાર ડ્રાઇવિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તબીબો દ્વારા કિરણને તાત્કાલિક દાખલ કરી સારવાર આપવાની શરૂ કરી હતી. જો કે, તેનું સારવારમાં જ મોત નીપજી ચૂક્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

HEART ATTACK

પરિવારજનોએ જણાવ્યું હતું કે, કિરણનું છાતીમાં દુઃખાવા બાદ મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવ્યો હતો. ગતરોજ જ કિરણનો જન્મદિવસ હતો. આજે કિરણનું અચાનક મોત નીપજ્યું છે. યુવકના મોતથી પરિવાર પર જાણે કે આભ ફાટી પડ્યું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments