Team Chabuk-Gujarat Desk: અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે દેશના દરેક રામભકતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જુદી જુદી રીતે લોકો આ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે.જેના સંદર્ભે કચ્છની પ્રાચીન કળા રોગાન કળાના કલાકાર આશિષભાઇ કંસારા દ્વારા રામમંદિરના સ્થાપત્યની આબેહૂબ કૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરવામાં આવી છે જે ખૂબ જ આકર્ષક છે.
રોગાન કળા એ કચ્છની સૌથી દુર્લભ કળા છે. કચ્છમાં ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે. માધાપર ગામના રોગાન કળાના કલાકાર આશિષ કંસારાએ અગાઉ રોગાન કળા વડે રાજા રામ દરબારની કૃતિ બનાવી સૌ કોઈને અચંભિત કર્યા હતા. તેમણે ફરી એક વખત લોકોને આકર્ષિત કરે તેવી રામ મંદિરની આબેહૂબ કૃતિ તૈયાર કરી છે. આમ તો સામાન્ય રીતે આ પ્રાચીન રોગાન કળામાં ટ્રી ઓફ લાઇફ જેવી કૃતિઓ જ જોવા મળતી હોય ત્યારે આશિષભાઈએ માત્ર 3 દિવસના સમયમાં જ આ રામ મંદિરની કૃતિ તૈયાર કરી છે.

ભુજના માધાપર ગામના રહેવાસી આશિષ કંસારાએ છેલ્લા 6 વર્ષથી રોગાન મોટે પાયે રોગાન કામ કરવાનું શરૂ કર્યું છે અને ખાસ કરીને રોગાન કળામાંથી દેવી દેવતાઓના ચિત્રો બનાવનાર તેઓ કચ્છના સૌપ્રથમ કારીગર છે. રામ દરબારની રોગાન કળામાં કૃતિ તૈયાર કર્યા બાદ આશિષભાઇએ 2 × 1.5 ફૂટના કાપડ પર તેમના પત્ની કોમલ કંસારાની સાથે મળીને આ રામ મંદિરની કૃતિ તૈયાર કરવામાં આવી છે જેમાં ગોલ્ડ રંગની જરી સાથે બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રોગાન કળામાં ખુબ બારીકાઈથી કામ કરવું પડે છે. માટે તેને ખૂબ મુશ્કેલ કળા માનવામાં આવે છે. આશિષભાઈ કંસારા દ્વારા હાલમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભમાં રાજા રામ દરબારની કૃતિ બનાવ્યા બાદ વધુ એક રામ મંદિરની આબેહૂબ કૃતિ તૈયાર કરવામાં આવી છે. આ કૃતિમાં રામ મંદિરનું જે સ્થાપત્ય છે તે દર્શાવવામાં આવ્યું છે અને જૂના સમયમાં રોગાન કળા કર્યા બાદ અબરખ છાંટવામાં આવતું હતું તે રીતે આ કૃતિ તૈયાર કર્યા બાદ ગોલ્ડન જરીનું કામ કરવામાં આવ્યું છે. રોગાનની કૃતિ બનાવ્યા બાદ તેના પર ગોલ્ડ પાવડર છાંટવામાં આવે છે જે કૃતિને એક ચમક આપે છે જે અનેક વર્ષો સુધી અકબંધ રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત