Homeગુર્જર નગરીમોટા સામાચાર, અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવારે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી

મોટા સામાચાર, અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવારે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી

Team Chabuk-Gujarat Desk: ગુજરાત કૉંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી જાહેર કરવામાં આવેલા કૉંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. નાદુરસ્ત તબિયતનું કારણ ધરી કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ગુજરાતમાં કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 7 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રોહન ગુપ્તાનું નામ કૉંગ્રેસની પ્રથમ યાદીમાં હતું. કૉંગ્રેસે તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા.

કૉંગ્રેસના નેતા રોહન ગુપ્તા દ્વારા X પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપવામાં આવી છે. તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ગંભીર તબીબી સ્થિતિને લીધે, મારા પિતા હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પરત ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.

Ahmedabad west

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments