Homeદે ઘુમા કેT20 World Cup 2022: રોહિત, વિરાટ અને રાહુલ દ્રવિડે એવું કર્યું કે...

T20 World Cup 2022: રોહિત, વિરાટ અને રાહુલ દ્રવિડે એવું કર્યું કે તમે પણ કહેશો ‘શાબાશ’ !

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ T20 World Cup 2022ની સેમીફાઇનલ મેચ માટે એડિલેડ પહોંચી ગઈ છે. સોમવારે ભારતીય ખેલાડીઓ એડિલેડમાં ઉતર્યા હતા. એડિલેડના મેદાન પર જ ભારતીય ટીમની ઈંગ્લેન્ડ સામે ટક્કર થશે. મેલબોર્નથી ભારતીય ટીમ એડિલેડ આવી હતી. મેલબોર્નમાં સુપર-12ની પાંચમી અને અંતિમ મેચ ઝિમ્બાબ્વે સામે રમી હતી અને ઝિમ્બાબ્વેને 71 રને હરાવી હતી.

જો કે, એડિલેટ પહોંચતી વખતે રસ્તામાં ટીમ સાથે એક ખાસ ઘટના બની જેનાથી દરેક ભારતીયને ટીમ પર જરૂર ગર્વ થશે. મેલબોર્નથી એડિલેડ આવતી વખતે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તેમના સાથી ખેલાડીઓ માટે ખાસ બલિદાન આપ્યું હતું.

જ્યારે ટીમ મેલબોર્નથી એડિલેડ જવા માટે ફ્લાઈટમાં સવાર થઈ ત્યારે રાહુલ દ્રવિડ, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાને તેમની બિઝનેસ ક્લાસ સીટ આપી દીધી હતી.

બિઝનેસ ક્લાસની બેઠકો આરામદાયક હોય છે અને તેમાં પગ માટે પૂરતી જગ્યા હોય છે જેનાથી વ્યક્તિ આ સીટ પર આરામથી બેસી શકે છે. આ તમામ ફાસ્ટ બોલર્સ છે જેથી તેઓ અન્ય ખેલાડીઓ કરતા વધુ થાક્યા હોય છે. તેમને આરામ મળી શકે તેના માટે રોહિત, વિરાટ અને કોચ રાહુલ દ્રવિડે આ નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેમણે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી.

મહત્વનું છે કે, ટીમના દરેક ખેલાડીને બિઝનેસ ક્લાસની સીટ મળતી નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમો અનુસાર દરેક ટીમને ચાર બિઝનેસ ક્લાસ સીટ મળે છે. આવી સ્થિતિમાં, મોટાભાગની ટીમો આ બેઠકો તેમના કેપ્ટન, વાઇસ-કેપ્ટન, કોચ અને મેનેજરને આપે છે. જો કે, ભારતીય ખેલાડીઓએ જેમને વધુ જરૂર છે તેમના માટે આ સીટ રાખી હતી. આ જ વાત મુદ્દે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડના ખુબ વખાણ થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે શાબાશ, ટીમ વર્ક હોય તો આવું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments