Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ખૂબ જ ચર્ચિત બનેલા હિના પેથાણી ઉર્ફે મહેંદી હત્યા (hina pethani murder case) કેસમાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કેસમાં સચિન દીક્ષિતની (sachin dixit) ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ સચિન દીક્ષિતની પત્નીની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે સચિન દીક્ષિતની પત્નીની પુછપરછમાં નવો ખુલાસો થયો છે કે, સચિન અને હિના પેથાણી ઉર્ફે મહેંદીના (mahendi) પ્રેમ સંબંધની તેને જાણ હતી. સચિન પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈને હિના સાથે લગ્ન કરવાનો હતો અને હિનાને કેનેડા લઈ જવાનો વાયદો પણ સચિને આપ્યો હતો. પરંતુ આ વાયદો સચિન પૂરો ન કરી શકતાં હિનાએ છેતરપિંડી અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસ તપાસમાંથી બહાર આવેલી હકીકત એવી છે કે, સચિન પોતાની પ્રેમિકા હિના પેથાણી ઉર્ફે મહેંદી સાથે લગ્ન કરવાનો હતો અને હિનાને સચિને લગ્ન કરીને કેનેડા લઈ જવાનો વાયદો આપ્યો હતો. જો કે આ વાયદો સચિન પૂર્ણ ન કરી શકતાં હિનાએ સચિન સામે અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી. જો કે આ ફરિયાદ એફઆરઆઈ સુધી પહોંચી ન હતી. આ મામલે બન્ને પરિવારના સભ્યોએ સમાધાન કરીને મામલો થાળે પાડ્યો હતો. પતિના પ્રેમ સંબંધ મામલે સચિનની પત્ની પણ વાકેફ હતી. હિનાએ કરેલી ફરિયાદ બાદ આ બાબત સામે આવી હતી. જો કે પોલીસ તપાસમાં શરૂઆતમાં સચિનની પત્ની કહી રહી હતી કે તે સચિન અને મહેંદીના પ્રેમ સંબંધ વિશે અજાણ છે. આ બાબતે તેને કોઈપણ જાતની ખબર નથી. જો કે હવે સચિનની પત્નીએ હકીકત કબૂલી લીધી હોવાનું સામે આવ્યું છે.
હિના પેથાણી અને સચિન દીક્ષિતની લવ સ્ટોરી વર્ષ 2018માં શરૂ થઈ હતી. જે તે વખતે હિના અને સચિન બન્ને પરણિત હતા. કેમ કે 1લી નવેમ્બર 2019ના રોજ હિનાએ ગાંધીનગર જીવન આસ્થાને ફોન કરીને સલાહ માંગી હતી કે તે પ્રેમી સાથે રહે કે પતિ સાથે. જીવન આસ્થાની ટીમે હિનાનું સતત કાઉન્સેલિંગ કર્યું હતું અને પ્રેમી સાથેના ગેરકાયદે સંબંધોનો અંત લાવી પતિ સાથે રહેવા જણાવ્યું હતું. તેમ છતાં હિના માની ન હતી અને પ્રેમી સાથેના સંબંધો ચાલુ રાખ્યા હતા. જે પ્રેમ સંબંધનો હવે કરુણ અંજામ આવ્યો છે.

મહત્વનું છે કે, શિવાંશ નામના 10 મહિનાનું બાળક ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાંથી રઝળતી હાલતમાં મળ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરતાં આ બાળકનો પિતા સચિન દીક્ષિત હોવાનું સામે આવ્યું હતું અને બાળક સચિન દીક્ષિત અને તેની પ્રેમીકા હિના પેથાણી ઉર્ફે મહેંદીનું હોવાનું સ્પષ્ટ થયું હતું. તપાસમાં મોટો ખુલાસો થયો હતો કે સચિને પ્રેમીકા હિના પેથાણીની વડોદરા સ્થિત ફ્લેટમાં હત્યા કરીને ત્યાંથી શિવાંશને લઈને ગાંધીનગર રઝળતો મૂકી દીધો હતો. હાલ સમગ્ર મામલે સચિનની ધરપકડ કર્યા બાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત