Homeગામનાં ચોરેકેન્દ્ર સરકારે BSFને 15 કિલોમીટરથી વધારી 50 કિલોમીટરનું કાર્યક્ષેત્ર આપ્યું તે છે...

કેન્દ્ર સરકારે BSFને 15 કિલોમીટરથી વધારી 50 કિલોમીટરનું કાર્યક્ષેત્ર આપ્યું તે છે શું?

Team Chabuk-National Desk: કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારીક ક્ષેત્રમાં વૃદ્ધિ કરી છે. તેમને પશ્ચિમ બંગાળ, અસમ અને પંજાબની બોર્ડરથી પચાસ કિલોમીટરની અંદરના કાર્યક્ષેત્રમાં ધરપકડ, તલાશી અને જપ્ત કરવાની શક્તિઓ આપી છે. પહેલા આ ત્રણે રાજ્યોમાં બીએસએફ 15 કિલોમીટર સુધી સિમિત હતું. હવે તેને વધારીને 50 કિલોમીટર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય તરફથી આ અંતર્ગત નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.

પંજાબ, બંગાળ અને અસમમાં બીએસએફના ક્ષેત્રાધિકારને વધારવામાં આવ્યું છે, જ્યારે ગુજરાતમાં તેને ઓછું કરી દેવામાં આવ્યું છે. ઓછું એટલે કે એંસી કિલોમીટરથી ઘટાડીને 50 કિલોમીટર કરવામાં આવ્યું છે. રાજસ્થાન બીએસએફનું કાર્યક્ષેત્ર પચાસ કિલોમીટર જ રાખવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પૂર્વોત્તરમાં મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર જેવા રાજ્યો માટે આવું કોઈ કાર્યક્ષેત્ર પરિભાષિત કરવામાં આવ્યું નથી.

BSF અધિનિયમ, 1968ના સેક્શન 139 હેઠળ કેન્દ્ર સરકારને કાર્યક્ષેત્ર નક્કી કરવાની શક્તિ પ્રદાન કરે છે. સોમવારના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં શેડ્યુલને સંશોધિત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી જુલાઈ, 2014માં જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં BSFનું ક્ષેત્ર અધિકાર પરિભાષિત હતું.

બીજી બાજુ કોંગ્રેસ શાસિત પંજાબ અને તૃણમૂલ કોંગ્રેસ શાસિત પશ્ચિમ બંગાળની સરકાર, ગૃહ મંત્રાલયના આ પગલાને પોતાના અધિકારો પર અતિક્રમણ બતાવી વિરોધ વ્યક્ત કરી શકે છે. પંજાબ તરફથી તો આપત્તિ વ્યક્ત કરવામાં પણ આવી ચૂકી છે. પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીના નેતા સુનીલ જાખડે પોતાની જ પાર્ટીના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર આંગળી ઉઠાવી છે.

તેમણે ટ્વીટ કરી કહ્યું છે કે, મુખ્યમંત્રી ચન્નીએ અડધું પંજાબ કેન્દ્રના હવાલે કરી દીધું છે. તેમણે સીએમ ચન્નીના એક જૂના ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું છે કે, ‘પોતાની વાતને લઈ સાવધાન રહેવું જોઈએ. ચરણજીત ચન્નીએ અજાણતા પંજાબનો અડધો ભાગ કેન્દ્ર સરકારને સોંપી દીધો છે. કુલ 50,000 વર્ગ કિલોમીટરમાંથી 25,000 વર્ગ કિલોમીટર હવે બીએસએફના ક્ષેત્ર અધિકારમાં હશે. પંજાબ પોલીસ ઉભી છે. શું આપણે હજુ રાજ્યો માટે અધિક સ્વાયતતા ઈચ્છીએ છીએ.’

આ વચ્ચે મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તેમણે ટ્વીટર મારફતે કેન્દ્ર સરકારના નિર્ણયની આલોચના કરતા કહ્યું કે, ‘હું ભારત સરકારના એક તરફી નિર્ણયનો કડક વિરોધ કરું છું. આ સંઘવાદ પર સીધો હુમલો છે. મારી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને અપીલ છે કે આ નિર્ણયને તુરંત પરત લે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments