Homeગુર્જર નગરીપોરબંદરમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહારને અસર, મુસાફરી કરવાના હોય તો વાંચી...

પોરબંદરમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહારને અસર, મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો આ સમાચાર

Team Chabuk-Gujarat Desk: પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહારને અસર પડી છે. અનેક ટ્રેનો મોડી છે તો કેટલીક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પોરબંદર-સંતરાગાછી એક્સપ્રેસ આજે રાજકોટથી 19.20 કલાકે ઉપડશે.

ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે રેલ વ્યવહારને અસર થઈ છે, જેના કારણે વધુ કેટલીક ટ્રેનોને અસર થઈ છે. જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો

19.07.2024 ના રોજ રાજકોટ થી ઉપડતી ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.

ટ્રેન આંશિક રીતે રદ

ટ્રેન નંબર 12949 પોરબંદર-સંતરાગાછી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે રાજકોટથી દોડશે. આમ આ ટ્રેન પોરબંદર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ટ્રેન રાજકોટથી તેના નિર્ધારિત સમય 13.20 કલાકના બદલે 6 કલાકના મોડી એટલે કે 19.20 કલાકે ઉપડશે.

21 જુલાઈની વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ રદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શન માં સાણંદ સ્ટેશન (દક્ષિણ) થી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને લીધે 21 જુલાઇ, 2024ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપ અને માળખું સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments