Homeગુર્જર નગરીજામનગરઃ નાના વડાળા ગામે સ્કૂલ બસ પાણીમાં તણાઈ, જીવના જોખમે તમામને બચાવાયા,...

જામનગરઃ નાના વડાળા ગામે સ્કૂલ બસ પાણીમાં તણાઈ, જીવના જોખમે તમામને બચાવાયા, જુઓ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

Team Chabuk-Gujarat Desk: જામનગરના કાલાવડના નાના વડાળા ગામમાં મોટી દુર્ઘટના ટળી હતી. ગામના કોઝવે પરથી ખાનગી શાળાની બસ તણાઈ હતી. જેથી બસમાં સવાર 9 વિદ્યાર્થી, બે શિક્ષક અને ડ્રાઈવરના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તમામ વિદ્યાર્થી, શિક્ષક અને ડ્રાઈવરને કાલાવડ ફાયર વિભાગની ટીમે ગામલોકોની મદદથી બચાવી લીધા હતા.

સમગ્ર બનાવની વાત કરીએ તો, નાના વડાળા ગામના કોઝ-વે પરથી ખાનગી શાળાની બસ તણાઈ હતી. જીવ બચાવવા બસમાં સવાર વિદ્યાર્થિનીઓ બસ પર ચઢી ગયા હતા. બીજી તરફ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને બચાવવા માટે ગામલોકો અને ફાયરબ્રિગેડના જવાનો જીવના જોખમે ભારે પ્રવાહમાં ઉતર્યા હતા. ત્યારબાદ દોરડાની મદદથી તમામ લોકોને ધસમસતા પ્રવાહમાંથી સલામત બહાર કાઢ્યા હતા.

જ્યારે બસ તણાઈ ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે નદીની વચ્ચે ફસાયેલી બસ સુધી પહોંચવું મુશ્કેલ હતું. જો કે, ગામલોકો અને ફાયર વિભાગની ટીમના જવાનોએ દિલધડક રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પહેલાં દોરડાની મદદથી બસને બાંધી દેવાઈ હતી જેથી બસ પાણીના પ્રવાહમાં ન તણાઈ જાય. જે બાદ તમામને સુરક્ષિત બહાર કઢાયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments