Team Chabuk-Political Desk: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જીવનની નવી શરૂઆત કરી છે. મુખ્યમંત્રી ભગવંત માન આજે લગ્નના બંધનમાં બંધાયા છે. ભગવંત માનના આ બીજા લગ્ન છે. પ્રથમ પત્ની સાથેના છૂટાછેડા બાદ ભગવંત માને આજે બીજા લગ્ન કર્યા છે. ભગવંત માન અને ડો. ગુરપ્રીત કૌર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. શીખ પરંપરા અને આનંદ કારજ અનુસાર બન્નેએ લગ્ન કર્યા છે. લગ્ન સમારોહ ચંદીગઢના સ્થાનિક ગુરુદ્વારામાં યોજાયો હતો. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને પિતા તરીકેની ભૂમિકા નિભાવી હતી. દિલ્હીના સીએમ કેજરીવાલ પરિવાર સાથે લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમણે લગ્નમાં પિતા તરીકેની વિધિઓ કરી. લગ્નમાં મર્યાદિત મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા.
કોણ છે ગુરપ્રીત કૌર
ભગવંત માન સાથે લગ્ન કરનાર ડો. ગુરપ્રીત કૌરની બે બહેનો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. ગુરપ્રીતના પિતા કેનેડાની નાગરિકતા ધરાવે છે. તેઓ 40 એકરથી વધુ જમીનના માલિક પણ છે. ગુરપ્રીત કૌર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ગુરપ્રીત કૌર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમની એક બહેનના લગ્ન પૂર્વ કેબિનેટ મંત્રી સ્વર્ગસ્થ જસવિંદર સિંહ સંધુના પુત્ર સાથે થયા છે. ગુરપ્રીત કૌર વ્યવસાયે ડોક્ટર છે. ગુરપ્રીતે પોતાનું શાળાકીય શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ, પેહોવા (હરિયાણા)માંથી કર્યું હતું. ચંદીગઢથી કોલેજ પૂર્ણ કર્યા પછી, તેણે 2017માં મેડિકલ કોલેજ, અંબાલામાંથી મેડિકલની ડિગ્રી મેળવી.

32 વર્ષીય ગુરપ્રીત કૌર સીએમ ભગવંત માન (ઉંમર 48) કરતા 16 વર્ષ નાની છે. બંનેની મુલાકાત લગભગ ચાર વર્ષ પહેલા થઈ હતી. ભગવંત માનના આ બીજા લગ્ન છે. તેમણે 2015માં તેની પહેલી પત્નીથી છૂટાછેડા લીધા હતા. પહેલાં લગ્નથી તેમને બાળકો એક પુત્ર અને એક પુત્રી પણ છે. પંજાબના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સીએમએ પદ પર રહીને લગ્ન કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
