Team Chabuk-Gujarat Desk: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતના અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે અને સ્વદેશ પરત ફરવા માટે મદદ માંગી રહ્યા છે. ત્યારે હાલ ભારત સરકાર દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. જે થકી અનેક વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં પોતાના વતન પરત ફરી શક્યા છે. ત્યારે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા સુરેન્દ્રનગર જિલ્લાના સાત વિદ્યાર્થીઓ આજે પરત ફર્યા છે. શુક્રવારે વધુ સાત વિદ્યાર્થીઓ સુરેન્દ્રનગર આવી પહોંચ્યા છે.
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓમાં મહાવીરસિંહ પરમાર, રોનક સરેસિયા સહિતના વિદ્યાર્થીઓ આજે પોતાના ઘરે પરત ફર્યા છે. યુક્રેનની ધરતીથી વતન સુરેન્દ્રનગર પરત ફરેલા વિદ્યાર્થીઓ અને વાલીઓનું મિલન થતાં જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ તકે વાલીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત ભારત લાવવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી થકી સુરેન્દ્રનગર જિલ્લાના કુલ દસ વિદ્યાર્થીઓ પરત પોતાના માદરે વતન ઝાલાવાડ પંથકમાં આવી ચૂક્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરના આજે વધુ સાત વિદ્યાર્થીઓને યુક્રેનથી તેમના વતન લાવવામાં આવ્યા હતા.
જિલ્લાના હજુ 25 વિદ્યાર્થીઓ ફસાયેલા
સુરેન્દ્રનગર જિલ્લાના જે 40 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. જેમાંથી 15 થી વધુ વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગર ખાતે પરત લાવવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ ઝાલાવાડના 25 થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા તેવા સંજોગોમાં આગામી દિવસોમાં તેમને પણ ઝડપથી પરત લાવવાની તજવીજ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. આગામી એક અઠવાડિયામાં તમામ વિધાર્થીઓને પરત લાવવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
