Team Chabuk-Gujarat Desk: મહેસાણાના માલગોડાઉન વિસ્તારમાં અજાણ્યા યુવકની ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. જેને લઈ રેલવે પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે. રેલવે વિસ્તારમાંથી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. રેલવે ફેન્સિંગની એંગલ પર યુવકનો મૃતદેહ લટકી રહ્યો હતો. બનાવની જાણ થતાં જ તાત્કાલિક રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને ફેન્સિંગ પરથી ઉતાર્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવક મૂળ રાજસ્થાનનો છે અને તેનું નામ પ્રવિણ મીણા છે. પ્રવિણ બાઈક ચોરીના કેટલાક ગુનામાં સંડોવાયેલું હોવાનું પણ સામે આવ્યું છે. હાલ રેલવે પોલીસે આ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, પ્રવિણે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે. આગામી સમયમાં આ મુદ્દે ખુલાસા થશે.
માલગોડાઉન વિસ્તારમાં ભારત ગેસ એજન્સી સામે આજે વહેલી સવારે એક અજાણ્યા યુવકની લોખંડની એન્ગલ ઉપર દુપટ્ટા સાથે ગેળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈ સ્થાનિક લોકોએ ઘટનાની જાણ રેલવે પોલીસને કરતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
મહેસાણા જિલ્લામાં હાલમાં હત્યા, લૂંટ, ચોરી અને આત્મહત્યા જેવા બનાવો દિવસેને દિવસે બની રહ્યા છે. થોડા દિવસ અગાઉ પણ મહેસાણાના સિદ્ધપુર બજારમાં એક યુવકે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
