Team Chabuk-Entertainment Desk: બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો 5 ડિસેમ્બરના રોજ 56મો જન્મદિવસ હતો. મનીષે પોતાના જન્મદિવસ પર ખાસ મિત્રોને પાર્ટી આપી હતી. મનીષના ઘરે યોજાયેલ આ પાર્ટીમાં શિલ્પા શેટ્ટી સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં શિલ્પા શેટ્ટી પોતાના કપડાંને કારણે ટ્રોલ થઈ હતી. સો.મીડિયા યુઝર્સે મલાઈકાને શરમ આવવી જોઈએ તેમ કહ્યું હતું.
પાર્ટીમાં કરીના કપૂર એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. જાહન્વી કપૂર ગાઉનમાં જોવા મળી હતી તો ખુશી કપૂર થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં હતી. પાર્ટીમાં વાણી કપૂર, ક્રિતિ સેનન, પૂજા હેગડે, સંજય કપૂર-મહિપ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, પુનીત મલ્હોત્રા, ભાવના પાંડેનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.
શિલ્પા શેટ્ટી તેના મિત્ર મનીષ મલ્હોત્રાના જન્મદિવસની પાર્ટીમાં સ્ટાઇલિશ રીતે પહોંચી હતી અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોઝ આપતી જોવા મળી હતી.
શિલ્પાએ પાછળના ભાગમાં U-આકારના કટ સાથે હોલ્ટર નેકલાઇન બ્લેક બોડીસુટ પહેર્યો હતો જે તેના ફિગરને ફ્લોન્ટ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
