Team Chabuk-Gujarat Desk: ધોરણ 10નું પરિણામ આવી ગયું છે. જે વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવ્યું છે તેઓ હરખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર રિઝલ્ટ્સ મુકી મહેફીલ લૂટી રહ્યા છે. જો કે, આવા વિદ્યાર્થીઓની વચ્ચે એક એક વિદ્યાર્થી સાથે સમયે એવો ખેલ રચ્યો છે જેના કારણે તે પોતાના પરિણામની ખુશી ન મનાવી શક્યો. વાત ખેડબ્રહ્માના શિવમ પ્રજાપતિની છે. જેને પરિણામના બે દિવસ પહેલાં જ કાળ ભરખી ગયો છે. શિવમની સાથે તેની માતાનું પણ પરિણામના બે દિવસ પહેલાં જ નિધન થયું છે. જેના પગલે સમગ્ર પ્રજાપતિ પરિવાર શોકમાં ગરકાવ છે.
ખેડબ્રહ્માના વાસણા રોડ પર રહેતા પ્રજાપતિ પારસભાઈ તેમના પત્ની દર્શનાબેન અને પુત્ર શિવમનું સોમવાર રાત્રીના 10.30 વાગે બાઈક લઈને પેટ્રોલ પુરાવા આવ્યા હતા.. પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઈડર તરફથી આવતી કારે બાઈકને ટક્કર મારી હતી. જેમાં પરિવારના ત્રણેય જણોને ગંભીર ઈર્જાઓ પહોચી હતી. આ દુર્ઘટનામાં શિવમ અને તેના માતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે શિવમના પિતા હજુ પણ હોસ્પિટલના બિછાને જીંદગી સામે ઝઝૂમી રહ્યા છે.

આજે પરિણામ આવ્યું જેમાં શિવમને 98.96 ટકા આવ્યા છે અને એણે એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં આ શિવમ પ્રથમ આવ્યો છે પરંતુ વિધિની વક્રતા જુઓ કે શિવમ પોતાનું જ રિઝલ્ટ જોઈ નથી શક્યો. એટલું જ નહીં તેના માતા પિતા પણ આ ખુશીમાં સામેલ નથી થઈ શક્યા.
પરિવારજનોએ આ સમગ્ર મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોધાવી છે પરંતુ હાલ તમામની એક જ માંગ છે કે આ કાર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને પરિવારને ન્યાય મળે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ