Homeસિનેમાવાદડાયરેક્ટરે પ્રિયંકા ચોપરાના અંડરવેયર જોવાની માંગ કરી, અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ડાયરેક્ટરે પ્રિયંકા ચોપરાના અંડરવેયર જોવાની માંગ કરી, અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Team Chabuk-Entertainment Desk: પ્રિયંકા ચોપરાની નારાજગી ત્યારે છલકી જ્યારે તેને બોલિવુડથી દૂરી બનાવી લેવાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો. પ્રિયંકાએ જણાવ્યું હતું કે કેવી રીતે તેને ઈન્ડસ્ટ્રીમાં લોકોએ એક કોર્નર કરી દીધી હતી. પ્રિયંકાએ કહ્યું કે તેને પોતાને બધાની સાથે ઉભા રાખવા ઈન્ડસ્ટ્રીના લોકોની સાથે બીફ પણ ખાવું પડ્યું હતું. પ્રિયંકાએ કહ્યું કે તે ઈન્ડસ્ટ્રીમાં પોલિટિક્સથી થાકી ગઈ હતી. પ્રિયંકા ચોપરાએ પોતાના શરૂઆતી દિવસોને યાદ કરતા કહ્યું કે ફિલ્મમાં શૂટિંગ વખતે ડાયરેક્ટર તેના અંડરવેયર જોવા માંગતા હતા.

આ વિશે પ્રિયંકાએ જણાવ્યું કે, આ ઘટના 2002-2003ની છે. જેમાં તેને અંડરકવર ગર્લનો રોલ કરવાનો હતો. પ્રિયંકા ચોપડાએ જણાવ્યું કે તે ત્યારે ઈન્ડસ્ટ્રીમા નવી હતી અને તે ડાયરેક્ટરની સાથે કામ કરી રહી હતી જેને તે પહેલા ક્યારેય ન હતી મળી.

doctor plus

પોતાના આ ખાસ સીનને લઈને વાત કરતા પ્રિયંકાએ જણાવ્યું કે તે અંડરકવર એજન્ટની ભુમિકામાં હતી તો તેને એક યુવકને સિડ્યુસ કરવાનો હતો. તેના માટે તેણે પોતાના કપડા ઉતારવાના હતા. પ્રિયંકા ઈચ્છતી હતી કે તે સીન માટે તે પોતાના કપડામાં જોવા મળે પરંતુ ડાયરેક્ટરે કહ્યું- નહીં, મારે તેમના અંડરવેયર જોવા છે. નહીં તો કોઈ કેમ આ ફિલ્મને જોશે ?

પ્રિયંકા ચોપરાએ કહ્યું, “ડાયરેક્ટરે આ વાત સીધી મને નહીં પરંતુ મારા સામે મારા સ્ટાઈલિસ્ટને કહી.” પ્રિયંકાએ કહ્યું કે આ બિલકુલ ગેર માનવીય ક્ષણ જેવું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments