Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ચોટીલામાં મનહર પાર્ક સોસાયટી નજીકથી મળેલા મૃતદેહના કેસનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે પાટલા સાસુની દીકરી સાથે પ્રેમપ્રકરણમાં સસરા, સાળા અને પત્નીએ મારમારી હત્યા કર્યાનો ખુલાસો કર્યો છે.
તપાસમાં સામે આવ્યું છે કે, વાંકાનેરના રાતીદેવળી ગામના દેવકરણ વિકાણીને તેની ચોટીલા રહેતી પાટલા સાસુ હંસાબેન કિશોરભાઈ ખાવડીયાની દીકરી કાજલ સાથે ચાર માસથી રાજકોટ રહેતો હતો. તેની પહેલી પત્ની પુરીબેન દેવકરણભાઈ વિકાણી તેના 3 સંતાનો સાથે પિતાના ઘરે સણોસરા ગામે રહેતી હતી.

દેવકરણના માતા પિતા વાજડી ગામની સીમમાં ગીરીશભાઈ પટેલની વાડીએ મજૂરી કામ અર્થે રહેતા હતા. ત્યાં દેવકરણભાઈ અને કાજલ બંને વાજડી ગીરીશભાઈની વાડી પર જઈને ત્યાંથી કાજલને ચોટીલા તેના માતા હંસાબેનના ઘરે જઈએ છીએ અને કાજલને તેના ઘરે મૂકીને તેની પત્ની પુરીબેન અને સંતાનોને લઈને આવું છું.તેવું તેની માતાને જાણ કરી ત્યાંથી નીકળ્યા હતા.
રાજકોટથી દેવકરણ અને કાજલ ચોટીલા આવ્યા ત્યાંથી હંસાબેન ખાવડીયાના ઘર બાજુ જતા હતા. તે સમયે દેવકરણે કાજલને તેની માતા માર મારશે તેવું કહીને કાજલ અને દેવકરણ પાછા ફરતા તેઓ મનહર પાર્ક બાજુ કાજલ વાડી બાજુ જતા હતા.
કાજલના મામા રઘુ વજાભાઈ તલવાણી, જાદવભાઈ ભોજાભાઇ તલસાણીયા, વજાભાઈ અમરશીભાઈ તલસાણીયા અને દેવકરણની પત્ની પુરીબેન બધા એક સંપ કરીને લોખંડના પાઇપ અને લાકડી ધોકા જેવા હથિયારો દ્વારા દેવકરણને માર માર્યો હતો. જેમાં દેવકરણનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે આરોપી સાળો, રાજકોટનો રઘુ વજા તલસાણીયા, અને સરધારના જાદવ વજાભાઈ તલસાણીયા, સણોસરાના વજા તલસાણીયા, તથા સણોસરાના પુરી દેવકરણ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર