Team Chabuk-Gujarat Desk: સુરતના હજીરામાં તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત થયા છે. એક સાથે બે બહેનોના મોતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા હજીરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હજીરા વિસ્તારમાં આવેલ AMNS ટાઉનશીપમાં તળાવમાં એક છ વર્ષની અને નવ વર્ષની બે સગી બહેનો ડૂબી ગઈ હતી. ટાઉનશિપમાં ઘર બહાર બંને બહેનો રમવા ગઈ હતી. રમતા રમતા નજીકના તળાવમાં જતા દુર્ઘટના ઘટી હતી.

મળતી માહિતી મુજબ છ વર્ષની રેણુપ્રિયા મહેન્દ્ર વેરાઈદમ અને નવ વર્ષની કીગુલવેની મહેન્દ્ર વેલાઈદમનું તળાવમાં ડૂબતા મોત થયું છે. બંને રમવા ગઈ હતી પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારે બંનેની શોધખોળ કરી હતી. શોધખોળ દરમિાયન બંને બાળાઓ AMNS કંપનીના ટાઉનશીપમાં આવેલા તળાવમાંથી મળી હતી. જેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી. જો કે, તબીબોએ બંને બહેનોને મૃત જાહેર કરી હતી.
બનાવની જાણ થતા હજીરા પોલીસે બંને બહેનોના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
