Team Chabuk-Gujarat Desk: આજે વહેલી સવારે રાજકોટ-જામનગર હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ-જામનગર હાઈવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.
રાજકોટ-જામનગર હાઈવે પર આજે વહેલી સવારે ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાતા હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી ગામ પાસે ટ્રેક્ટર પાછળ કાર ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક અને કારમાં સવાર ત્રણ લોકોના મળી કુલ ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કારમાં સવાર મૃતકો રાજકોટના હોવાનું પ્રાથમિક માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે. વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
મહેસાણામાં નંદાસણ પાસે બસ પલટી
આ તરફ મહેસાણાના નંદાસણ પાસે ખાનગી લક્ઝરી બસ પલટી જતા બે વ્યક્તિત્ના મોત થયા છે. જ્યારે પાંચથી છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ખાનગી બસ સુરતથી જોધપુર જઈ રહી હતી. તે દરમિયાન નંદાસણ ગામ પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. જેમાં એક મહિલા અને એક બાળકનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માતની જાણ થતા પોલીસ, 108 એમ્બ્યુલન્સ, ક્રેન અને સ્થાનિકો પહોંચ્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને કલોલ સારવાર અર્થે ખસેડાયા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
