Homeગુર્જર નગરીરાજકોટમાં સાળા-બનેવી દ્વારા વેચાતો નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો, સોડામાં મિક્સ કરીને નશો...

રાજકોટમાં સાળા-બનેવી દ્વારા વેચાતો નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો, સોડામાં મિક્સ કરીને નશો કરાવાતો હોવાનો ઘટસ્ફોટ

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાંથી લોકોને નશાની લતે ચડાવતા સાળા-બનેવીની જોડીની ધરપકડ કરવામાં આવી છે. નશાકારક સિરપનું વેચાણ કરતાં સાળા અને બનેવીને SOGની ટીમે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે SOGની ટીમે રાજકોટ શહેરના રૈયા રોડ પર એક મકાનમાં દરોડા પાડીને નશાકારક કફ સિરપની બોટલોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. મકાનમાંથી 13 હજારથી વધુ કફ સિરપની બોટલો મળી હતી જેની કિંમત 23 લાખથી પણ વધુ થવા પામે છે. આ બોટલમાંથી બે-બે ઢાંકણા સિરપ સોડામાં મિક્સ કરીને લોકોને નશો કરાવાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

રાજકોટ શહેરમાં રૈયા રોડ પર એક મકાનમાં નશાકારક કફ સિરપ હોવાની બાતમી મળતા SOGની ટીમે દરોડા પાડ્યા હતા. મિતેશ નામના આરોપીની પૂછપરછમાં આ જથ્થો કચ્છથી સમીર ગોસ્વામી નામનો યુવક મોકલતો હોવાનો ખુલાસો થયો હતો. મિતેશ બનેવી સમીરે મોકલેલી કફ સિરપ ગ્રાહકોને ડિલિવરી કરવાનું કામ કરતો હતો. આરોપી મિતેશ શેર દલાલી, જીએસટી એકાઉન્ટનું કામ કરતો અને બનેવીના કહેવાથી તેમના ગ્રાહકોને કફ સિરપની બોટલો આપવા જતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કફ સીરપની બોટલ ખૂબ જ નશો કરાવે તેમ છે. આનું સેવન કરનારા લોકો બે ઢાંકણા સિરપમાં સોડા ઉમેરીને તેનો નશો કરે છે. સિરપમાં કોડીન ફોસ્ફેરટનું પ્રમાણ વધું હોય છે જે અફીણના રસમાંથી બનાવાય છે. સિરપ બનાવતી કંપની પણ ડ્રગ્સ લાઈસન્સ અને જીએસટી ધરાવતી ફાર્મા પેઢીને જ આવી સિરપનું વેચાણ કરે છે. ત્યારે સમીર પાસે આટલા મોટા પ્રમાણમાં જથ્થો કેવી રીતે આવ્યા તે પણ તપાસનો વિષય છે. પોલીસ મુજબ સાળો-બનેવી 3 મહિનાથી રાજકોટમાં લોકોને આ રીતે નશાના રવાડે ચડાવતા હતા. આટલું જ નહીં ગાંધીધામમાં પણ બનેવી આ કફ સિરપનું વેચાણ કરતો હતો. હાલમાં આરોપીને પકડીને પોલીસે NDPS હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments