Team Chabuk-International Desk: તૂર્કીમાં કહેર મચાવ્યા બાદ હવે ન્યૂઝીલેન્ડમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો છે. આજે ગુરુવારના રોજ ન્યૂઝીલેન્ડમાં જોરદાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0ની હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનો જોરદાર આંચકો આવતા જ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CENC) ના જણાવ્યાં મુજબ ચીનના સમય મુજબ 8.56 વાગે ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપના આંચકાની તીવ્રતા 7.0ની હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર અંદર હતું. ભૂકંપ બાદ સુનામીનું અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત