Team Chabuk-Gujarat Desk: સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા RAF જવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રસ્તા પર ઢળી પડ્યા હતા. તેમને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરએ તેમને મૃત જાહેર કર્યા હતા. જવાનના રિપોર્ટમાં હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવામાં મળ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ ખાતેથી જવાનના મૃતદેહને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી.
મૂળ ઉત્તરપ્રદેશના 58 વર્ષીય ધરમપાલ RAFમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હાલ તેઓ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા હતા. તે દરમિયાન ગત રોજ રૂટિન પ્રમાણે લિંબાયત વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરતા સમયે તેઓ ચક્કર આવ્યા બાદ ઢળી પડ્યા હતા, ત્યારબાદ સાથી જવાનો તમને લઈને સ્મીમેર હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા.
સ્મીમેર હોસ્પિટલમાં ધરમપાલના રિપોર્ટ કરતા પ્રાથમિક તારણ હાર્ટ એટેકનું આવ્યું હતું, ત્યારપછી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ધરમપાલના નિધન અંગે RSF દ્વારા તેમના પુત્રને જાણ કરવામાં આવી હતી, ત્યારપછી મૃતદેહને હવાઈ માર્ગે મૃતદેહ વતન ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યો હતો.
સુરત એરપોર્ટ ખાતે સુરત સિટી પોલીસ, RAF જવાનો અને BSF જવાનોની હાજરીમાં સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવી હતી. જવાન શહીદ થાય તેણે જે રીતે સન્માન આપવામાં આવે તે રીતે જ વિદાય આપવામાં આવી હતી. હાજર સૌ કોઈએ તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત