Team Chabuk-Gujarat Desk- ગુજરાતમાં ખાખી પર વધુ એક ડાઘ લાગ્યો છે. હવે ગીર સોમનાથના ગીરગઢડા તાલુકા પોલીસ વિવાદમાં આવી છે. અહીં પોલીસે એક યુવકને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં પોલીસે યુવક પાસે ખોટા કેસમાં ફસાવી 50 હજાર રૂપિયા પણ માગ્યા હોવાનો આરોપ છે.
આ સમગ્ર વિવાદ મુદ્દે એક વીડિયો પણ સામે આવ્યો છે. દાવો કરાયો છે કે, વીડિયો સોનપરા ગામનો છે. વીડિયોમાં જે બે પોલીસકર્મીઓ દેખાઈ રહ્યા છે તે ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા હિતેષ નોંધણભાઇ બારડ તેમજ વિક્રમ હમીરભાઇ ઓડેદરા છે. જ્યારે જેને માર મરાઈ રહ્યો છે તે પીડિત છે.
ખાખી પર વધુ એક ડાઘ, ગીરગઢડા પોલીસ પર યુવકને માર માર્યાનો આરોપ#girgadhada #girsomnath #Police pic.twitter.com/DIk3XOqwx2
— thechabuk (@thechabuk) February 27, 2022
પીડિત વ્યક્તિ ભાવસિંહ વસરામ વાઢેરે DGP આશિષ ભાટિયાને આ સમગ્ર મુદ્દે રજૂઆત કરી છે અને પોલીસકર્મીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીની માગણી કરી છે. ભાવસિંહે રજૂઆત કરી છે કે, તે મૂળ કોડીનારનો છે અને ડોળાસા ગામે પાનની દુકાનમાં નોકરી કરે છે. 22 ફેબ્રુઆરીએ તે ડોળાસાથી બોડીદર-સોનપરા થઇ પોતાના ગામે વિઠલપુર જતો હતો. ત્યારે સોનપરા ગામે બુટલેગર પ્રતાપ દેવશી ખસીયાએ દેશી દારૂની બુગીયા પોતાની પાસે ફેકી ગયો હતો. એ વખતે ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા હિતેષ નોંધણભાઇ બારડ તેમજ વિક્રમ હમીરભાઇ ઓડેદરા આવી જતાં આ દારૂ તારો છે તેમ કહી યુવાનને લાકડી તેમજ ઢીકા પાટુનો માર માર્યો હતો.
એટલું જ નહીં તેણે આરોપ લગાવ્યો છે કે, આ ઘટના બાદ 48 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. યુવાને પોલીસ પર આરોપ લગાવ્યો છે કે, આ દરમિયાન પોલીસકર્મીએ કહ્યું હતું કે, છુટવું હોય તો 50 હજાર આપવા પડશે. એટલું જ નહીં પોલીસકર્મીએ ખીસામાં રહેલા 8 હજાર 500 રૂપિયા રોકડા અને મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. એટલું જ નહીં પોલીસકર્મીઓએ તેને કહ્યું હતું કે, જો કોઈને કહીશ તો અન્ય ગુનામાં સંડોવી દઈશ.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં ગીરગઢડા પોલીસે ભાવસિંહ વાઢેર વિરુદ્ધ પોલીસે દેશી બનાવટના દારૂની 10 બુગિયા સાથે હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને તેની અટકાયત પણ કરાઈ હતી. જોકે, હવે સમગ્ર મામલો DGPની ઓફિસ સુધી પહોંચ્યો છે. સાથે જ એક વિવાદીત વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક પોલીસની વાનમાં એક વ્યક્તિને લઈને જતો જોવા મળી રહ્યો છે અને એક યુવકને માર માર્યો હોવાનું પણ દેખાઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
