Homeગુર્જર નગરીસોમનાથ ટ્રસ્ટને યુટ્યુબે સિલ્વર ક્રિએટર એવોર્ડ એનાયત કર્યો, સોશિયલ મીડિયા પર એટલા...

સોમનાથ ટ્રસ્ટને યુટ્યુબે સિલ્વર ક્રિએટર એવોર્ડ એનાયત કર્યો, સોશિયલ મીડિયા પર એટલા ભક્તો દર્શનનો લ્હાવો લે છે કે તમે પણ આંકડો જોઈને કહેશો હર હર મહાદેવ !

Team Chabuk-Gujarat Desk: સોમનાથ મંદિર વેદો પૂરાણો અને શાસ્ત્રોમાં તો પ્રથમ હતુ જ હવે આધુનિક યુગના સોશિયલ મીડિયામાં પણ પ્રથમ શ્રેણીમાં સ્થાપિત થયુ છે. યુ ટ્યુબ ચેનલમાં એક લાખ સબસ્ક્રાઈબર થતા યુટ્યુબે સોમનાથ ટ્રસ્ટને સિલ્વર ક્રિએટર એવોર્ડ એનાયત કર્યો છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્વારા ભાવિકો ઘેર બેઠા મહાદેવની ભકિત અને દર્શન કરી શકે તે માટે ઘણા સમયથી ડિજિટલ પ્‍લેટફોર્મ માધ્યમ શરૂ કર્યુ હતુ. જેનો દેશ- વિદેશમાં વસતા કરોડો ભાવિકો લાભ પણ લઈ રહ્યા છે.

સોમનાથ ટ્રસ્‍ટના જી.એ.મ વિજયસિંહ ચાવડાએ આ મુદ્દે કહ્યું હતું કે, કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક એવા પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મંદિર ટ્રસ્‍ટ ડિજિટલ ટેકનોલોજી અપનાવાની બાબતમાં પણ અગ્રેસર રહ્યુ છે. મંદિર ટ્રસ્‍ટના ચેરમેન પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી, ટ્રસ્‍ટીઓ અમીત શાહ, પી.કે.લ્‍હેરી સહિતનાના માર્ગદર્શન હેઠળ દેશ-વિદેશમાં વસતા મહાદેવના કરોડો ભકતો ઘરબેઠા દર્શન-પૂજાનો લ્‍હાવો લઇ શકે તેવી વ્‍યવસ્‍થા ડિજિટલ પ્‍લેટફોર્મના માઘ્‍યમથી ઉભી કરી કાર્યરત કરવામાં આવી છે.

ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ, યૂ-ટયુબ, ટ્વીટર, ટેલીગ્રામ જેવી સોશિયલ મીડિયાની સાઈટ પર સોમનાથ મંદિર ટ્રસ્‍ટનું ઓફિશિયલ એકાઉન્‍ટ-ચેનલ કાર્યરત કરી રોજ સવાર-સાંજના સોમનાથ મહાદેવના શણગાર આરતીના ફોટા-વીડિયો મુકવામાં આવે છે. આ ઉપરાંત ભાવિકો ઘરેબેઠા સોમનાથ મહાદેવની પૂજા કરી શકે તે માટે ટ્રસ્ટે ઇ-પૂજા સેવા પણ શરૂ કરી છે. ભાવિકોને વીડિયો કોલિંગના માધયમથી સંકલ્‍પ કરાવી મહાદેવની પૂજા પણ કરાવવામાં આવે છે.

મળતી માહિતી મુજબ મહાદેવના દર્શનનો એક મહિનામાં  6 કરોડ એમ વર્ષમાં 72 કરોડ ભાવિકો ઘરબેઠા દર્શનનો લ્‍હાવો લઇ રહ્યા છે. ગત વર્ષે ઓગષ્‍ટ મહિનમાં શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્‍ટના પેજ પર મહાદેવાના દર્શનનો 45 દેશોમાં રહેતા 7.47 કરોડ જેટલા ભાવિકોએ ઘર બેઠા લાભ લીધો હતો. જેમાં ફેસબુક પેજ પરથી 2.72 કરોડ, ઇન્‍સ્‍ટાગ્રામ પરથી 1.64 કરોડ, યુ-ટયુબ ચેનલ પર 2.22 કરોડ, ટ્વીટર પર 87 હજાર ભાવિકોનો સમાવેશ થાય છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments