Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના ઐતિહાસિક વિરાસત સમાન ઉપરકોટની રાણકદેવીના મહેલનો ઘુમ્મટ ધડાકાભેર ધરાશાયી થયો હતો. ઘુમ્મટ કામ કરી રહેલા શ્રમિકોની માથે પડતા દબાઈ ગયા હતા. દબાયેલા શ્રમિકોને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાર પૈકી એકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

મૃતકનું નામ સોનુસિંહ રજતસિંહ ઠાકોર છે. તેઓ છેલ્લા લાંબા સમથી અહીં કામગીરી કરી રહ્યા હતા. જ્યારે અન્ય શ્રમિકોને ઈજા પહોંચ્યાના સમાચાર છે. અન્ય ત્રણ શ્રમિકો સોનુંસિંહ સુભાષસિંહ ઠાકોર, સુરજીત યાદવ અને દોલત ગોપાલ સિંહ સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી ઉપરકોટની રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. અકસ્માતની ઘટના બનતા જ ઉપરકોટમાં રિનોવેશનની કામગીર તુરંત અટકાવી દેવામાં આવી છે. કામ કરી રહેલા મજૂરનું મૃત્યુ થતાં પરપ્રાંતિય મજૂરોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મજૂરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક આ ગોઝારી ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. હાલ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત