Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે. નવા બોર્ડ પ્રેસિડેન્ટને લઈને ટૂંક સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે અને વર્તમાન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની વિદાઈ થઈ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાંગુલી 18 ઓક્ટોબરે યોજાનારી BCCIની ચૂંટણીમાં ભાગ નહીં લે. કારણ કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ પદ માટે તેમનું નામ જાહેર થવા જઈ રહ્યું છે. ગાંગુલી ICC અધ્યક્ષ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. ICCના અધ્યક્ષ પદ માટે પણ આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે.
સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈના આગામી અધ્યક્ષ કોણ બનશે, આ આ સમયનો સૌથી મોટો પ્રશ્ન છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાંગુલીના સ્થાને પૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્નીને BCCIના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. બિન્નીનું નામ ફેવરિટની યાદીમાં સૌથી ઉપર જણાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો ગુરુવારે BCCIના ઉચ્ચ અધિકારીઓની બેઠક થઈ હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંગુલીને આગામી ચૂંટણી નહીં લડે.
Former India cricketer Roger Binny frontrunner to replace Sourav Ganguly as next BCCI President, official decision to be taken soon: Sources
— ANI (@ANI) October 7, 2022
(file photos) pic.twitter.com/iOE52UYxCt
આગામી બોર્ડ પ્રમુખને લઈને આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગાંગુલી પોતે પણ સામેલ થયા હતા. તેમની સાથે બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ટ્રેઝરર અરુણ ધૂમલ અને પૂર્વ બીસીસીઆઈ પ્રમુખ એન શ્રીનિવાસન પણ આ બેઠકમાં હતા. ગાંગુલીના જવાની સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે BCCI સેક્રેટરી જય શાહ પણ વિદાય લઈ શકે છે. પરંતુ હાલના અહેવાલો જોતા એવું લાગે છે કે જય શાહ આ પદ પર યથાવત રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે ગાંગુલી ફરી ચૂંટણી નહીં લડે, પરંતુ જય શાહ ફરીથી બોર્ડના સેક્રેટરી પદ માટે ચૂંટણીમાં ભાગ લેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
