Team Chabuk-Gujarat Desk: સુરતના અમરોલીમાં એક વૃદ્ધાના અવસાન બાદ તેમની અંતિમવિધિ દીકરીઓએ કરી હતી. માતાનું અવસાન થતાં દીકરીઓએ જ માતાને કાંધ આપી મોક્ષધામ સુધી પહોંચાડ્યા હતા. પરિવારમાં દીકરીઓને કોઈ ભાઈ ન હોવાથી દીકરીઓએ જ ભાઈની જવાબદારી નિભાવી હતી. આ દરમિયાન કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
મૂળ અમદાવાદના અને હાલ સુરતમાં રહેતા રળયાતી બેન મોહન ભાઈ પુમ્ભડીયાને ચાર દીકરીઓ છે. અગાઉ મોટી દીકરીનું અવસાન થયું હતું. ત્યારે ત્રણેય દીકરીઓના ઘરે માતા અવાર નવાર વખત રહેવા માટે આવતા હતા. સુરતના મોટા વરાછા ખાતે રહેતી દીકરી નીતાબેન રમેશભાઈ વોરાના ઘરે માતાનું 83 વર્ષીય ઉંમરે દુઃખદ અવસાન થયું હતું. ત્યારે દીકરીઓએ સમાજમાં નવી રાહ ચીંધીને માતાને કાંધ આપી હતી.
કાંધ આપનાર દીકરીઓનું કહેવું છે કે, મા તે મા બીજા વગડાના વા. આમરી ઘરે ભાઈ ન હોવાથી માતાના અવસાન થતાં અમે પુત્ર બનીને માતાને વિદાય આપી છે.રિવાજ પ્રમાણે માતાનું મૃત્યુ બાદ દીકરાઓ તેમની અંતિમ ક્રિયા કરતા હોય છે. છેલ્લા લાંબા સમયથી દીકરીઓ સ્મશાને જઈને પોતાના માતા-પિતાને અંતિમ સંસ્કાર કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે.
દીકરીઓએ માતાને કાંધ આપવાનો આ વધુ એક ઘટના સામે આવતા ફરી એકવાર સમાજમાં મહિલા લક્ષી અથવા તો મહિલાઓ સમાજના ખભેથી ખભો મિલાવીને ચાલતા હોય તેવું સાબિત થઇ રહ્યું છે.અગાઉ પણ આ પ્રકારના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે જેમાં દીકરીઓઓ પોતાના માતા-પિતાને કાંધ આપી ચુકી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત