- કોડીનારમાં રાષ્ટ્રભક્તિનું ઉતમ ઉદાહરણ પૂરું પાડતાં કોરોના વોરિયર્સ.
- કોડીનારમાં કોરોના કાળમાં સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો દ્વારા માનવ સેવા.
- સૌરાષ્ટ્ર સંત,શૂરા અને દાતારીની ભૂમિ છે, એ વાત કોડીનારના કોરોના વૉરિયર્સે સાબિત કરી બતાવી.
Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાની કોડીનારમાં મુસ્લિમ સમાજના ઉદ્યોગપતિ અને સમાજસેવક દ્વારા કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં જાહેર સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં અત્યારે કોરોનાની મહામારીને કારણે રોજ કોરોનાના અઢળક નવા કેસ આવી રહ્યા છે. તેમજ ઘણા દર્દીઓ પૂરતી સારવાર તેમજ ઓક્સિજનના અભાવે જીંદગીથી હાથ ધોઈ રહ્યા છે. કોડીનારમાં કોવિડ સેન્ટર ના હોવાને કારણે ઘણા દર્દીઓને ઓક્સિજન ન મળવાથી જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. આવા દર્દીઓને વહારે કોડીનારના રિયલ કોરોના વોરિયર્સ તરીકે નૂરમહમદભાઈ હાલાઈ અને તેમની ટીમ સતત 24 કલાક સેવા આપી રહી છે.
જે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત હોય તેવા દર્દીઓ સુધી તાત્કાલિક નૂરમહમદભાઈ અને તેમની ટીમ દ્વારા ઇમરજન્સીમાં ઓક્સિજન અને કીટ પહોંચાડવામાં આવે છે. હાલ અનેક લોકો ઓક્સિજનના અભાવે જીવ ગુમાવી રહ્યા છે ત્યારે કોડીનાર પંથકમાં નૂરમહમદભાઈ અને તેમની ટીમ ખરા અર્થમાં લોકોના જીવ બચાવી નવજીવન બક્ષી રહ્યા છે.
નૂરમહમદભાઈ હાલાઇ (ઉધોગપતિ કોડીનાર) તેમજ રફીકભાઈ આર.કે. તથા સૈયદ દાદાબાપુ કાદરી (કોડીનાર અગ્રણી), મોહમ્મદ સંજરહુસેન કાદરી (પ્રમુખ- એકતા ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રદેશ પ્રમુખ- જય ભારત અભિયાન એક વિચાર એક ભારત, ગુજરાત રાજ્ય) તેમજ કોડીનારની તમામ આફતો અને આકસ્મિક પરિસ્થિતિમાં હંમેશા સેવક તરીકે અગ્રણી ભૂમિકા ભજવતા જનાબ ફારૂક જુમા સોરઠીયા તથા સામાજિક કાર્યકર ઇકબાલભાઈ જુનેજા વગેરે માનવ સેવા એજ રાષ્ટ્ર સેવાના સૂત્રને ચારિતાર્થ કરતી કામગીરી કરી રહ્યા છે.
તો બીજી તરફ કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં મોતને હાથમાં રાખીને કોડીનારના શૂરવીર યોદ્ધાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની વ્હારે આવે છે. ઉના ઝાપા મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા બિન વારસી તેમજ કોઈપણ કોરોનામાં મૃત્યુ પામનાર સર્વ સમાજના લોકોની અંતિમવિધિ પણ કરવામાં આવે છે. આ જન સેવાના કાર્યમાં આબિદ શેખ (પ્રમુખ, અખિલ ભારતીય આર. ટી. આઇ. મહાસંઘ તેમજ કાર્યકર એક વિચાર એક ભારત), મહેબૂબ ખાન પઠાણ (પ્રમુખ- મુસ્લિમ એકતા મંચ કોડીનાર તેમજ કોડીનાર સામાજિક અગ્રણી), સાજિદભાઈ, આરીફ શેખ તેમજ આરીફ બેલીમ, મોસિનભાઈ, શકીલ બેલીમ, સાજિદ બેલીમ વગેરે ઘણા યુવાનો આ ટીમમાં સક્રીય રહે છે. આ ઉપરાંત ઉના ઝાપા વિસ્તારમાંથી મુસ્લિમ યુવાનોની ટીમ આ બાબતે કોડીનાર તાલુકા અને શહેરના કોઈપણ વિસ્તારમાં માનવ સેવા માટે હંમેશા સંકટની ઘડીમાં કોડીનારના સર્વ સમાજના લોકો માટે સક્રિય છે.
ઉલ્લેખનીય છે કે કહેવાતા કોડીનારના આગેવાનો આ કપરી પરિસ્થિતિમાં ક્યાંય દીવો કરતા પણ દેખાતા નથી. માત્ર લોકડાઉન જ ઉપાય નથી લોકોની કપરી પરિસ્થિતિમાં સેવા, અન્ન, આરોગ્ય અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે પણ જરૂરી છે. એક વર્ષથી કોરોના વોરિયર્સ તરીકે એક વિચાર એક ભારતના ઘણા કાર્યકર્તાઓ તેમજ ગીર સોમનાથ જિલ્લાની ટીમ રાજેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અનેક યુવાનો દ્વારા અન્ન અને આરોગ્યની સેવાઓ માટે હમેશા તૈયાર રહે છે. આ ઉપરાંત અનેક નામી અનામી સંસ્થાઓ પણ આ કપરા કાળમાં સક્રિય છે.
લોકડાઉનથી કેટલા લોકોના ચૂલાઓ સળગે છે કે નહીં તે પણ અગત્યની બાબત છે. આ બાબતે કોડીનાર કોરોના વોરિયર્સની ટીમ દ્વારા દેશ ભક્તિનું ઉતમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. સરહદે રહેતા અને સુરક્ષા કરતા સૈનિકો જેવી ભૂમિકા આ કોરોના યોદ્ધાઓ ભજવી રહ્યા છે. કોડીનાર તાલુકા અને શહેરમાં તેમજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંબંધિત સેવાઓ માટે સર્વ સમાજના કોઈ પણ લોકો આ ટીમનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત ઉના ખાતે રિયાઝભાઈ કાસમાણી તેમજ તેમની યુવાનોની ટીમ, ઉસ્માન ભાઈ તથા તેમની યુવાનોની ટીમ આ કપરા કોરોના કાળમાં ગીર સોમનાથ જિલ્લાના લોકોની મદદે આવી દેવદૂત સમાન કાર્ય કરી રહી છે. હોસ્પિટલ સેવા, ઓક્સિજન સેવા, અન્ન સેવા, વગેરે અનેકવિધ સમાજસેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કપરા સમયે, સંકટની ઘડીમાં સૌરાષ્ટ્રે ભૂમિનો પ્રભાવ બતાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત