Team Chabuk-Sports Desk: IPLની 19મી મેચ ચેન્નઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 69 રને હરાવ્યું. CSKના પહાડ જેવા 191 રન સામે RCB 122 રન જ બનાવી શકી હતી.
ચેન્નઈ તરફથી રવિન્દ્ર જાડેજા મેચનો હીરો રહ્યો. તેણે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. પહેલાં જાડેજાએ 28 બોલ પર 62 રન ફટકારી ચેન્નઈ સુપર કિંગ્સને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. જાડેજાએ પર્પલ કેપ હોલ્ડર હર્ષલ પટેલ સામે આક્રમક બેટિંગ કરી. જાડેજાએ આ ઓવરમાં 5 છગ્ગા, 1 છોગ્ગો અને 2 રનની મદદથી 36 રન ફટકાર્યા. જ્યારે હર્ષલ પટેલના એક નો બોલના વધારાના રનથી ટીમના ખાતામાં કુલ 37 રન જમા થયા હતા. આ એક જ ઓવરે ગેમ પલટાવી નાખી હતી. 19 ઓવર પૂરી થઈ ત્યાં સુધીમાં ચેન્નઈના 154 રન હતા જે 20 ઓવર પૂરી થયા બાદ સ્કોર 191એ પહોંચ્યો હતો.
In case if you missed Sir Ravindra Jadeja’s last 37 runs in an over of Harshal Patel. #CSKvRCB #Jadeja pic.twitter.com/QgvU32jjam
— UrMiL07™ (@urmilpatel30) April 25, 2021
ગેલના નામે છે આ રેકોર્ડ
IPLના ઈતિહાસના એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારવામાં જાડેજાએ ક્રિસ ગેલની બરાબરી કરી લીધી છે. ક્રિસ ગેલે 2011માં રોચલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જ પ્રશાંત પરમેશ્વરનની બોલિંગમાં એક ઓવરમાં 36 રન ફટકાર્યા હતા. આ ઓવરમાં ગેલે 4 છગ્ગા અને 3 છોગ્ગા ફટકાર્યા હતા.
આ ખેલાડીઓના નામે છે 30 કે તેથી વધુ રનનો રેકોર્ડ
રાહુલ તેવટિયા
રાજસ્થાન રોયલ્સના શાનદાર બેટ્સમેન રાહુલ તેવટિયાએ આઈપીએલ 2020માં પંજાબ સામે એક જ ઓવરમાં 30 રન ફટકાર્યા હતા. તેવટિયાએ શેલ્ડન કૉટ્રેલની ઓવરમાં 5 છગ્ગા ફટકારી આ સિદ્ધિ પોતાના નામે કરી હતી.
વિરાટ કોહલી
વિરાટ કોહલી પણ એક ઓવરમાં 30 રન ફટકારી ચુક્યો છે. 2016માં ગુજરાત લાયન્સ સામે કોહલીએ આ કારનામુ કર્યું હતું. આ મેચમાં કોહલીએ શિવિલ કૌશિકની ઓવરમાં 4 છગ્ગા, 1 ચોગ્ગો અને 2 રનની મદદથી 30 રન બનાવ્યા હતા.
સુરેશ રૈના
એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનના લિસ્ટમાં ત્રીજા સ્થાને સુરેશ રૈના છે. રૈનાએ 2014માં કિંગ્સ ઈલેવન પંજાબ સામે એક ઓવરમાં 32 રન ફટકાર્યા હતા.
વિરેન્દ્ર સહેવાગ
2008માં વિરેન્દ્ર સહેવાગે આ સિદ્ધી પોતાના નામે કરી હતી. સહેવાગે દિલ્હી ડેયરડેવિલ્સ સામે એન્ડ્રુ સાયમંડની ઓવરમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 30 રન ફટકાર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત