Homeદે ઘુમા કેIND vs SL: પ્રથમ વન ડેમાં ભારતની 67 રને ભવ્ય જીત, કોહલી...

IND vs SL: પ્રથમ વન ડેમાં ભારતની 67 રને ભવ્ય જીત, કોહલી બાદ શ્રીલંકન ટીમના કેપ્ટને પણ ફટકારી સદી

Team Chabuk-Sports Desk: શ્રીલંકા સામે ત્રણ વન ડે મેચની સિરીઝમાં ભારતે 1-0થી લીડ મેળવી લીધી છે. ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે શ્રીલંકાને 67 રને હરાવ્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી.

શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ અણનમ 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત ઓપનર પથુમ નિસાન્કાએ 72 રન બનાવ્યા હતા. દાસુન શનાકા અને પથુમ નિસાંકા ઉપરાંત ધનંજય ડી સિલ્વાએ 40 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત શ્રીલંકાના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.

ભારતીય ઝડપી બોલર ઉમરાન મલિક સૌથી સફળ બોલર રહ્યો. ઉમરાન મલિકે 8 ઓવરમાં 57 રન આપી 3 વિકેટ ઝડપી. આ સાથે જ મોહમ્મદ સિરાજે 2 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સિવાય મોહમ્મદ શમી અને યુઝવેન્દ્ર ચહલને 1-1 સફળતા મળી હતી.

ભારત માટે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીની વનડે કરિયરની આ 45મી સદી છે. આ સાથે જ વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય કરિયરની આ 73મી સદી છે.

ભારતીય બેટર રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર પ્રદર્શન કર્યું. બંનેએ પ્રથમ વિકેટ માટે 143 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. રોહિત શર્માએ 67 બોલ પર 83 રન બનાવ્યા હતા જ્યારે શુભમન ગિલે 60 બોલ પર 70 રન ફટકાર્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments