Team Chabuk-Sports Desk: ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને આવશે. આજે T20 World Cup ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક લાખ દર્શકો વચ્ચે ભારત અને પાકિસ્તાન બંને ટીમના ખેલાડીઓ મેદાને ઉતરશે. એશિયા કપમાં પાકિસ્તાન સામે મળેલી હાર બાદ ભારતની નજર પાકિસ્તાનને હરાવવા પર છે. સાથે જ T20 World Cup 2022માં ભારત વિજયી પ્રારંભ કરવા પણ ઈચ્છશે. મેચ શરૂ થવાને હજુ વાર છે જો કે, દર્શકોથી સ્ટેડિયમ ભરાઈ ગયું છે. ભારતીય ટીમના ફેન્સ હાથમાં ત્રિરંગો લહેરાવતા આવ્યા છે. સાથે જ ભારત જીતશે તેવી આશા વ્યક્ત કરી છે. ભારતીય ફેન્સે કહ્યું કે, જો ભારત પાકિસ્તાનને હરાવશે તો જીતની ખુશીમાં ભારતમાં દિવાળીના એક દિવસ પહેલાં જ દિવાળી ઉજવાશે.
Inching closer to a cracking contest! ⏳
— BCCI (@BCCI) October 23, 2022
We’re all set for #INDvPAK 🙌🏻
🏟 Melbourne Cricket Ground
⏰1:30 PM IST #TeamIndia | #T20WorldCup pic.twitter.com/iWoQtmaLzz
કેવું છે વાતાવરણ ?
જો કે, બીજી તરફ ફેન્સને ડર હતો કે, ભારત પાકિસ્તાનની મેચ વરસાદમાં ધોવાશે. શનિવારે રાત્રે મેલબર્નના આકાશમાં વાદળો ઘેરાયેલા રહ્યા જો કે, વરસાદ વરસ્યો નથી. આજે પણ આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે જો કે, સારી વાત એ છે કે, વરસાદ વરસ્યો નથી. મેચ દરમિયાન પણ વરસાદ થવાની સંભાવના નહિવત છે.
પીચ રિપોર્ટ
મેલબર્નની પીચ બોલિંગ અને બેટિંગ બંને માટે જાણીતી છે. મુકાબલાની શરૂઆતમાં બોલર્સને ઉછાળ મળી શકે છે. જો કે, સ્પીનર્સને વધુ મદદ નહીં મળે. ભારતને આ મેદાન પર ચાર ટી-20 મેચ રમી છે. જેમાં બે વાર જીત મળી છે. એક મેચમાં હાર મળી છે જ્યારે એક મેચનું પરિણામ આવ્યું ન હતું. જ્યારે બીજી તરફ પાકિસ્તાન આ મેદાન પર એક મેચ જ રમ્યું છે જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીતીને અહીં ટીમ બોલિંગ કરવાનું પસંદ કરશે. પહેલી ઇનિંગમાં એવરેજ સ્કોર 145 રન છે. તો બીજી ઇનિંગમાં એવરેજ સ્કોર 140 રન છે. ભારતે આ મેદાનમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ 184 રન બનાવ્યા હતા. પાકિસ્તાનનો આ મેદાનમાં એવરેજ સ્કોર 125 રન છે.
Pre-match build-ups done ✅
— BCCI (@BCCI) October 23, 2022
Team preparations done ✅
IT IS TIME FOR #INDvsPAK 💪🏻#TeamIndia | #T20WorldCup pic.twitter.com/QPyMQrbZVI
ભારતની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટ કિપર), અક્ષર પટેલ, ભૂવનેશ્વર કમાર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ-11
મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ (કેપ્ટન ), હૈદર અલી, મોહમ્મદ નવાઝ, ઈફ્તિખાર અહમદ, શાન મસૂદ, આસિફ અલી, શાદાબ ખાન, શાહીન શાહ આફરીદી, નસીમ શાહ, હારિસ રઉફ
મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ICC ટી-20 રેંકિંગમાં પ્રથમ નંબર પર છે જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાન પર છે. T20 ફોર્મેટમાં બન્ને ટીમ વચ્ચે ઓવરઓલ 11 મેચ રમાઈ છે. જેમાં 7 મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે, તો 3 મેચમાં પાકિસ્તાનને જીત મળી છે. 1 મેચ ટાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ બોલ આઉટમાં જીત મેળવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત