Homeદે ઘુમા કેIND vs SL: T-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 2023માં જીત સાથે કરી...

IND vs SL: T-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 2023માં જીત સાથે કરી શરુઆત, પ્રથમ મેચમાં છવાયા શિવમ, દીપક અને અક્ષર

Team Chabuk-Sports Desk: ભારતે શ્રીલંકાને 2 રનેથી હરાવીને ત્રણ મેચની સિરીઝમાં વિજયી પ્રારંભ કર્યો છે. શિવમ માવીની બોલિંગ તેમજ દીપક હુડા અને અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગના કારણે ભારતીય ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચી હતી.

મુંબઈના વાનખેડેમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ T20 મેચ રોમાંચક રહી. પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. દીપક હુડા અને અક્ષર પટેલે છઠ્ઠી વિકેટ માટે 35 બોલમાં અણનમ 68 રનની ભાગીદારી કરી હતી. હુડ્ડાએ 23 બોલમાં અણનમ 41 અને પટેલે 20 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 160 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શિવમ માવીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. અને સ્પીડ સ્ટાર ઉમરાન મલિકે બે વિકેટ ઝડપી હતી.

163 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓપનર પથુમ નિસાંકા 01, ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ધનંજય ડી સિલ્વા 08 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ અસલંકાએ પણ માત્ર 12 રન બનાવીને પેવેલિયનનો રસ્તો પકડ્યો હતો. આ પછી સેટ ઓપનર કુસલ મેન્ડિસ પણ 25 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.

vinayak

51 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ ભાનુકા રાજપક્ષે પણ ક્રિઝ પર લાંબો સમય ટકી શક્યો નહીં અને માત્ર 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. હસરંગાએ 10 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 21 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન શનાકાએ 27 બોલમાં 45 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર શુભમન ગિલ અને ઈશાન કિશને માત્ર 2.3 ઓવરમાં 27 રન બનાવ્યા, પરંતુ વચ્ચેની ઓવરોમાં સતત વિકેટો પડતી રહી. એક સમયે ટીમ ઈન્ડિયા 14.1 ઓવરમાં 94 રનમાં 5 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી, પરંતુ અક્ષર પટેલ અને દીપક હુડ્ડાની ઝડપી ઇનિંગે ટીમનો સ્કોર 20 ઓવરમાં 162 રન સુધી પહોંચાડ્યો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments