Homeદે ઘુમા કેધોની કેપ્ટન તરીકે નિવૃત ! CSKની કેપ્ટન્સી છોડી, આ ફોટો સામે આવ્યો...

ધોની કેપ્ટન તરીકે નિવૃત ! CSKની કેપ્ટન્સી છોડી, આ ફોટો સામે આવ્યો ત્યારે સૌ ચોકી ગયા

Team Chabuk-Sports Desk: IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે મોટો ફેરફાર કર્યો છે. CSKએ ઋતુરાજ ગાયકવાડને નવા કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. હવે મહેન્દ્ર સિંહ ધોની ટીમની કેપ્ટનશીપ નહીં કરે. ધોની લાંબા સમય સુધી ટીમનો કેપ્ટન રહ્યો. તેમની કેપ્ટન્સીમાં CSKએ પાંચ વખત ખિતાબ જીત્યો હતો. પરંતુ હવે તેઓ આ જવાબદારી સંભાળશે નહીં. ધોનીનો કેપ્ટનશીપની સાથે સાથે બેટિંગમાં પણ સારો રેકોર્ડ છે.

IPL પહેલા ધોનીના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. હવે તેની જગ્યાએ ઋતુરાજ ટીમની કમાન સંભાળશે. ધોની આઈપીએલ 2008થી ટીમ સાથે છે. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ અત્યાર સુધી પાંચ વખત ટાઈટલ જીતી ચુક્યું છે. CSKએ 2010, 2011, 2018, 2021 અને 2023 માં IPL ટાઇટલ પોતાના નામે કર્યા છે. CSKએ ગત સિઝનની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. ચેન્નાઈએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સે ટીમની કેપ્ટનશીપને લઈને નિવેદન જાહેર કર્યું છે. CSKએ કહ્યું, “મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2024 પહેલા ટીમની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે.” ઋતુરાજ 2019થી ટીમ સાથે જોડાયેલા છે. તેણે અત્યાર સુધીમાં 52 મેચ રમી છે.


જો ઋતુરાજનું આઈપીએલ પ્રદર્શન જોઈએ તો તે સારું રહ્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી 52 મેચમાં 1797 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 14 અડધી સદી ફટકારી છે. રૂતુરાજનો આઈપીએલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 101 રન છે. તેણે ગત સિઝનમાં 16 મેચમાં 590 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ઋતુરાજનો સર્વશ્રેષ્ઠ સ્કોર 92 રન હતો. રૂતુરાજે 2020માં પહેલીવાર IPL મેચ રમી હતી. તેને આ સિઝનમાં 6 મેચમાં રમવાની તક મળી છે.

મહત્વનું છે કે, IPLમાં રમનારી તમામ ટીમના કેપ્ટનનો એક સમૂહ ફોટો સામે આવ્યો છે. જેમાં CSK તરફથી ધોની નહીં પરંતુ ઋતુરાજ ગાયકવાડ જોવા મળ્યો હતો. જેને લઈને સૌ ચોકી ગયા હતા. જો કે, આ અંગે CSKએ સ્પષ્ટતા કરી છે અને નવા કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડનું નામ જાહેર કર્યું છે.

ipl

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments