Homeદે ઘુમા કેપાંચ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ આ બે મહિલા ક્રિકેટરે કર્યા લગ્ન,...

પાંચ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ આ બે મહિલા ક્રિકેટરે કર્યા લગ્ન, જાણો કોણ છે આ મહિલા ક્રિકેટર

Team Chabuk-Sports Desk: ઈંગ્લેન્ડની  બે દિગ્ગજ મહિલા ક્રિકેટરે એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. પાંચ વર્ષની રિલેશનશીપ બાદ આખરે બંને એકબીજાના થઈ ગયા છે. આ બંને મહિલા ક્રિકેટર છે નેટ સિવર અને કૈથરીન બ્રંટ.

પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ રવિવારે વિધિવત રીતે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે. આ બંને ખેલાડી 2017માં ઈંગ્લેન્ડ મહિલા વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ હતી. 2017-2018માં આ કપલે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરી હતી. 2020માં જ બંને લગ્ન કરવા ઈચ્છતા હતી પરંતુ કોરોનાના કારણે તેમણે લગ્ન કરવાનું ટાળ્યું હતું.

બ્રંટ અને સિવરે 2019માં સગાઈ કરી હતી અને લગ્ન માટેની તારીખ સપ્ટેમ્બર 2020 નક્કી કરવામાં આવી હતી.  પરંતુ કોરોના સંક્રમણના કારણે બંનેએ લગ્નનો નિર્ણય સ્થગિત કર્યો હતો. બ્રંટ અને સિવરે 2018માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને હવે ચાર વર્ષ બાદ લગ્ન કરી બંને ખુશ જોવા મળી રહ્યાં છે. આ અંગે સિવરે પોતાના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, “સારી વ્યક્તિ સાથે, સારો દિવસ”.

બ્રંટ અને સિવર ICC મહિલા વિશ્વકપ 2022માં પણ ઈંગ્લેન્ડની ટીમમાં હતા. સિવરે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી બે સદી ફટકારી હતી. જો કે, ઈંગ્લેન્ડે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે.

મહત્વનું છે કે, સિવર અને બ્રંટ ક્રિકેટની દુનિયામાં લગ્ન કરનારી પ્રથમ મહિલાઓ નથી. આ પહેલા ન્યૂઝીલેન્ડની એમી સૈટરથવેટ અને લી તાહુહૂની તેમજ આફ્રિકાની મારિઝેન કપ અને ડેન વૈન નીકેર પણ એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ચુકી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments