Homeદે ઘુમા કેT20 World Cup 2022: ભારતીય ટીમની હારથી બહુ ખુશ છે આ પાકિસ્તાની...

T20 World Cup 2022: ભારતીય ટીમની હારથી બહુ ખુશ છે આ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર્સ, જાણો શું કહ્યું…

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમને સેમીફાઈનલમાં મળેલી હાર બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ હવામાં ઉડી રહ્યા છે ! સોશિયલ મીડિયા પર તેઓ ભારતીય ખેલાડીઓની મજાક ઉડાવી રહ્યા છે અને પોતાના ક્રિકેટર્સના મન ભરીને વખાણ કરી રહ્યા છે. શુક્રવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBના ચીફ રમીઝ રાજા, શોએબ અખ્તર અને વસીમ અકરમ જેવા દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન વિશે પોતાની વાત કરી હતી.

રમીઝ રાજાએ કહ્યું હતું કે, ‘અબજો ડોલરની લીગના ક્રિકેટર્સ પાછળ રહી ગઈ અને પાકિસ્તાન આગળ નીકળી ગઈ.’ રમીઝે કહ્યું હતું કે ‘ઘણા લોકોએ ટીમ પર શંકા વ્યક્ત કરી હતી. આ વર્લ્ડ કપએ દેખાડી દીધું છે કે વર્લ્ડ ક્રિકેટ કેટલા પાછળ રહા ગયા છે અને પાકિસ્તાન કેટલું આગળ નીકળી ગયું છે. આ વર્લ્ડ કપમાં બિલિયન-ડોલરની ઇન્ડસ્ટ્રીવાળી ટીમ પાછળ રહી ગઈ અને અમે આગળ નીકળી ગયા છીએ. અમે શાનદાર પ્રદર્શન કર્યું છે. એટલે જ અમે આ અંગે જશ્ન મનાવાનો હક છે.’

શોએબ અખ્તરે કહ્યું હતું કે ‘ઈન્ડિયાની શરમજનક હાર… આ ટીમ ખૂબ જ ખરાબ રમી અને તેઓ આને જ લાયક હતી. હૈરાનીની વાત છે કે તમે એક પણ વિકેટ લઈ શક્યા નથી. તમારી બોલિંગ પૂરી રીતે એક્સપોઝ થઈ ગઈ છે. ભારતની પાસે કંડીશનલ ફાસ્ટ બોલર છે. કંડીશન સારી હોય, તો સારી બોલિંગ કરે છે… બાકી નહિ. કોઈ એક્સપ્રેસ ફાસ્ટ બોલર નથી. સિલેક્શન પણ કન્ફ્યૂઝ કરે છે. વિચાર્યું હતું કે મેલબોર્નમાં સાથે ફાઈનલ રમીશું, પણ એવું થયું નહિ…’

તો વસીમ અકરમે કહ્યું હતું કે ‘IPLનો કોઈ ફાયદો નથી.’ અકરમે દલીલ કરી હતી કે ‘ભારત 2007માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. તેના પછી જ 2008માં IPL આવ્યું હતું. આ પછી ભારત ક્યારેય પણ વર્લ્ડ ચેમ્પિયન બની શક્યું નથી. આનો મતલબ એ જ છે તે IPLનો કોઈ જ ફાયદો થયો જ નથી.’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments