Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ધોરણ 6 થી 8નું વર્ગોમાં શિક્ષણકાર્ય શરૂ કરવા અંગે અંતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરી શકાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ 2 સપ્ટેમ્બર ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ 30 હજાર કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરાશે. આ સાથે જ ગુજરાતમાં ૩૨ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે.
ગુજરાતભરમાં ધોરણ 9 થી 12 તથા કોલેજનું ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરાયુ હતું. પરંતુ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. આખરે આ અંગે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. 2 સપ્ટેમ્બરથી ગુજરાતભરની શાળાઓમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું કે, ઓફલાઈન વર્ગોની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે. ધોરણ 6 થી 8 ના વર્ગો 50 ટકા હાજરી સાથે શરૂ કરાશે. સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો નિયમ ફરજિયાતપણે પાળવા પડશે. તેમજ શાળાઓએ તમામ પ્રકારની એસઓપીનું પાલન કરવું પડશે.

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે શાળાઓ ઑફલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસીટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ કોરોનાની ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે. જેના કારણે તેઓ પોતાનાં બાળકને શાળામાં ઑફલાઈન અભ્યાસ માટે મોકલવાનું ટાળી રહ્યા છે. વાલીઓએ સરકાર પાસે ઓનલાઇન શિક્ષણમાં જ સારો અભ્યાસ કરાવવા અપીલ કરી છે. બીજી તરફ શાળાઓ પર પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં ઓનલાઇન ભણાવવાનું પણ ભારણ વધ્યું છે. જેથી શાળાઓ પણ વાલીઓને પોતાના બાળકને શાળાએ ઑફલાઈન ભણાવવા મોકલવા સમજવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત