Homeગુર્જર નગરીસુરતમાં પીઠમાં દુઃખાવો ઉપડયા બાદ વિદ્યાર્થીનું મોત, હાર્ટ એટેકની શક્યતા

સુરતમાં પીઠમાં દુઃખાવો ઉપડયા બાદ વિદ્યાર્થીનું મોત, હાર્ટ એટેકની શક્યતા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં મંગળવારે સવારે એક કોલેજના વિધાર્થીને અચાનક પીઠમાં દુખાવો ઉપડયા બાદ મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટી ખાતે રહેતો 20 વર્ષીય નિર્મળકુમાર કનુભાઈ પટેલ આજે મંગળવારે સવારે ઘરે હાજર હતો. ત્યારે તેને અચાનક પીઠના ભાગે દુખાવો ઉપડ્યો હતો.

પરિવારજનો તેને તરત નવી સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જ્યા ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કર્યો હતો. નિર્મળના પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું કે નિર્મળ અઠવાલાઇન્સ ખાતેની કે.પી.કોમર્સ કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેને એક ભાઈ બેંકમાં નોકરી કરે છે. તેના મોતને પગલે પરિવારમાં શોક ફેલાઈ ગયો છે.

જ્યારે નિર્મળનુ પોસ્ટમાર્ટમ કરનાર ડોકટરે જણાવ્યું હતું કે તેને હાર્ટ એટેક આવ્યો હોવાની શક્યતા છે. પણ તેના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Student dies of back pain in Surat, possibility of heart attack

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments