Homeગુર્જર નગરીદક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકની હત્યા, યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંક્યા

દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકની હત્યા, યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંક્યા

Team Chabuk-Gujarat Desk: દક્ષિણ આફ્રિકામાં રોજગારી માટે સ્થાયી થયેલા ભારતીય યુવાનો પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. મૃતક યુવક ભરુચનો છે. યુવક દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં રહેતો હતો.

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા નજીકના એક ટાઉનમાં અકસ્માત જેવી સામાન્ય તકરારની ઘટના બની હતી. બે લોકો વચ્ચેની તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. વાત મારામારી સુધી પહોંચી હતી. સ્થાનિક કે જેમની કાર સાથે ગુજરાતી યુવાન આસિફ લિયાક્તની કારની ટક્કર થઈ હતી અને ત્યારબાદ મામલો મારામારી અને હત્યા સુધી પહોંચ્યો હતો.

અકસ્માત બાદ તકરારમાં આરોપીએ ભરૂચના મનુબર ગામના આસિફ લિયાક્ત ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તકરાર દરમિયાન આસિફ લિયાક્તને આરોપીએ છરીના ઘા ઝીંકી દેતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે ઘવાયેલો યુવક રસ્તા પર જ ઢળી પડ્યો હતો. લોહીલુહાણ હાલતમાં

વિદેશમાં રોજગારી માટે ગયેલા યુવાનોના પરિવારજન વધતી ભારતીયો ઉપર હુમલાની આ પ્રકારની ઘટનાઓથી ચિંતિત બન્યા છે. ભારત સરકાર આ મામલે જરૂરી પગલાં લે અને વિદેશમાં પણ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માગણી ઉઠી છે.

Gujarati youth killed in South Africa

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments