Homeગુર્જર નગરીરાજકોટઃ મંગેતર સગાઈ તોડવા દબાણ કરતો હોવાથી આત્મહત્યા, યુવતીના મંગેતર વિરુદ્ધ ફરિયાદ

રાજકોટઃ મંગેતર સગાઈ તોડવા દબાણ કરતો હોવાથી આત્મહત્યા, યુવતીના મંગેતર વિરુદ્ધ ફરિયાદ

Team Chabuk-Gujarat Desk: રાજકોટના જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે આવેલા ક્વાર્ટરમાં રહી સોઢા નર્સિંગ કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીની આત્મહત્યા મામલે તેના મંગેતર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

અસ્મિતા રોજાસરા નામની યુવતિએ 9 ઓગસ્ટે ગળાફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. મંગેતર પર સગાઈ તોડી નાંખવા દબાણ કરવાનો તથા ભાવી નંણદોયા અને તેના મિત્ર દ્વારા અસ્મિતાના હાથપગ બાંધી માર મારવાનો આરોપ છે.

24 વર્ષની અસ્મિતાના મંગેતર પર સગાઇ તોડી નાખવા માટે ખૂબ જ દબાણ કરતો હતો. દાવો છે કે, મંગેતરના ત્રાસના કારણે અસ્મિતા માનસિક તણાવમાં હતી. આ અંગે અસ્મિતાના પિતાએ પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાવી હતી.

અસ્મિતા તેની મોટી બેન છાયા સાથે રહી નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ગઇ તા. 9ના રોજ તેણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતા પરસોત્તમભાઇ (ઉ.વ. 47)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. બીજા નંબરની પુત્રી અસ્મિતાની બે વર્ષ પહેલા ગઢડાના સાંજણાવદર ગામના સિધ્ધરાજ સાથે સગાઇ કરી હતી. જે વડોદરામાં નોકરી કરે છે. જે તેમની પુત્રીને માનસિક ત્રાસ આપતો હતો.

અસ્મિતાની મંગેતર સાથે ચેટ પણ સામે આવી છે. જેમાં આરોપીએ ધમકીભરી ભાષામાં ચેટિંગ કર્યાનું ખુલ્યું હતું. જેના આધારે જમાઇ સિધ્ધરાજ, તેની પુત્રીના નણદોયા અને તેના અજાણ્યા મિત્ર વિરૂધ્ધ આપઘાતની ફરજ પાડવાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments